ફરી એકવાર વૈભવ સૂર્યવંશીએ કરી કમાલ, 42 બોલમાં ફટકાર્યા 114 રન

| Image Twitter |
Vaibhav Suryavanshi: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ભારતીય A ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પોતાની પહેલી મેચ રમી હતી. 14 નવેમ્બર, શુક્રવારના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ગ્રુપ B મેચમાં ભારત A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
ભારતીય ટીમે તેમના કેપ્ટન જિતેશ શર્માના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો હતો. ઓપનર વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ બોલરોને પરસેવો છોડાવ્યો હતો. 14 વર્ષીય વૈભવે 32 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. વૈભવે પોતાની સદી પૂરી કર્યા પછી પણ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી. વૈભવે કુલ મળીને 42 બોલમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 144 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: IND vs SA: ભારતીય ટીમ સામે દક્ષિણ આફ્રિકા ઘૂંટણિયે, પહેલી ઈનિંગ 159 રનમાં સમેટાઈ
વૈભવે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી
વૈભવ સૂર્યવંશીએ આ દરમિયાન નમન ધીર સાથે મળીને બીજી વિકેટ માટે 56 બોલમાં 163 રનની ભાગીદારી કરી હતી. નમનએ 22 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન વૈભવે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. મોહમ્મદ ફરાઝુદ્દીનની બોલિંગમાં અહેમદ તારીકના હાથે તેનો કેચ આઉટ થયો.
ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં, ભારત A ને સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને પાકિસ્તાન A સાથે ગ્રુપ B માં મૂકવામાં આવ્યું છે. બીજી બાજુ ગ્રુપ B માં બાંગ્લાદેશ A, હોંગકોંગ, અફઘાનિસ્તાન A અને શ્રીલંકા A નો સમાવેશ થાય છે. એટલે તેનો અર્થ એ થયો કે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. આગામી 16 નવેમ્બર, રવિવારના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી (ભારતીય)
1. ઉર્વીલ પટેલ - 28 બોલ, ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા, ઈન્દોર, 2024
2. અભિષેક શર્મા - 28 બોલ, પંજાબ વિ. મેઘાલય, સૌરાષ્ટ્ર, 2024
3. ઋષભ પંત - 32 બોલ, દિલ્હી વિ. હિમાચલ પ્રદેશ, દિલ્હી, 2018
4. વૈભવ સૂર્યવંશી - 32 બોલ, ભારત A વિ. UAE, દોહા, 2025
આ પણ વાંચો: IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો સ્ટાર ખેલાડી, 2 કરોડમાં નક્કી થઈ ડીલ
ઈન્ડિયા A ની પ્લેઈંગ ઈલેવન:
પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ અને સુયશ શર્મા.
યુએઈ પ્લેઈંગ ઈલેવન:
આલીશાન શરાફુ (કેપ્ટન), સૈયદ હૈદર (વિકેટકીપર), સોહેબ ખાન, મયંક રાજેશ કુમાર, હર્ષિત કૌશિક, અયાન અફઝલ ખાન, અહેમદ તારિક, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફરાઝુદ્દીન, મુહમ્મદ રોહીદ ખાન, મુહમ્મદ જવાદુલ્લાહ.

