Get The App

IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો સ્ટાર ખેલાડી, 2 કરોડમાં નક્કી થઈ ડીલ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો સ્ટાર ખેલાડી, 2 કરોડમાં નક્કી થઈ ડીલ 1 - image


Shardul Thakur : IPL 2026 ની હરાજી પહેલા ટ્રેડ વિન્ડો ખૂબ જ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રેડ ડીલ્સ અંગે અનેક અહેવાલો સામે આવ્યા છે. આ દરમિયાન 19મી સીઝનની પહેલી ટ્રેડ ડીલ જાહેર કરવામાં આવી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એક રસપ્રદ ડીલ થઈ છે. ભારતના અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો છે. તે ગયા સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમ્યો હતો.

આ પણ વાંચો: લોકોને એમ છે કે અંગ્રેજી ના આવડે તે કૅપ્ટન બનવાને લાયક નથી: અક્ષર પટેલનું મોટું નિવેદન

IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ જાહેર થઈ

મુંબઈ ઇન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને કેસ ડિલ સોદા તરીકે ખરીદ્યો છે. તેનો અર્થ એ થયો કે, બંને ટીમો વચ્ચે ખેલાડીઓની કોઈ અદલાબદલી થઈ નથી; તેના બદલે, મુંબઈએ લખનૌ સુપર જાયન્ટ્સને રોકડમાં ₹2 કરોડમાં  ખરીદ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સે ગયા વર્ષે પણ શાર્દુલ ઠાકુરને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ₹2 કરોડમાં ખરીદ્યો હતો.

IPL પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, 'બંને ફ્રેન્ચાઇઝી વચ્ચેના કરાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવા માટે તૈયાર છે.' મુંબઈના ઓલરાઉન્ડરને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા લીગની 18મી સીઝન માટે ₹2 કરોડમાં રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે 10 મેચ રમી હતી. ઓલરાઉન્ડરને મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેના વર્તમાન ખેલાડી પગાર ₹2 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: CSK અને RR કરશે જાડેજા-સેમસનની અદલાબદલી? જાણો IPLમાં ટ્રેડનો શું છે નિયમ

IPLમાં ત્રીજી વખત ટ્રેડ

ઉલ્લેખનીય છે કે, શાર્દુલ ઠાકુરનો IPL ઇતિહાસમાં ત્રીજી વખત ટ્રેડ થયો છે. આ અગાઉ વર્ષ 2017 માં, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે તેને કિંગ્સ XI પંજાબ (હવે પંજાબ કિંગ્સ) પાસેથી ખરીદ્યો હતો. પછી, 2023 સીઝન પહેલા, કોલકાતા નાઈટ રાઇડર્સે તેને દિલ્હી કેપિટલ્સ પાસેથી હસ્તગત કર્યો હતો. આ બંને સોદાઓ સંપૂર્ણપણે રોકડ સોદા હતા. દરમિયાન, મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાવું એ ઠાકુર માટે એક પ્રકારનું ઘર વાપસી છે. તે 2010-12 સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે સપોર્ટ બોલર હતો. શાર્દુલ ઠાકુરે અત્યાર સુધીમાં 105 IPL મેચ રમી છે, જેમાં 9.40 ના ઇકોનોમી રેટથી 107 વિકેટ લીધી છે.

Tags :