India vs New Zealand 1st ODI Match: આજે(11 જાન્યુઆરી) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વડોદરામાં રમાયેલી પહેલી વનડે મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મુકાબલો વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 306 રન બનાવીને જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલ 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના કોહલીએ 93, ગિલે 56 અને શ્રેયસ અય્યરે 49 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.
ભારતીય ટીમનું સ્કોરકાર્ડ (306/6 - 49 ઓવર)
- રોહિત શર્મા - 26 રન (29 બોલ)
- શુભમન ગિલ - 56 રન (71 બોલ)
- વિરાટ કોહલી - 93 રન (91 બોલ)
- શ્રેયસ અય્યર - 49 રન (47 બોલ)
- રવિન્દ્ર જાડેજા - 4 રન (5 બોલ)
- કે.એલ. રાહુલ - 29 રન (21 બોલ)
- હર્ષિત રાણા - 29 રન (23 બોલ)
વોશિંગ્ટન સુંદર: 7 રન (7 બોલ)
ગિલે પણ ફિફ્ટી ફટકારી
શુભમન ગિલે પણ 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વાપસી બાદ તે ફોર્મમાં છે અને વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 100 થી વધુ રનની ભાગીદારી કરી છે.
વિરાટ કોહલીની 77મી ફિફ્ટી
વિરાટ કોહલીએ શાનદાર અંદાજમાં પોતાની વનડે કરિયરની 77મી અડધી સદી(ફિફ્ટી) 44 બોલમાં પૂર્ણ કરી લીધી. ગિલ પણ ક્રીઝ પર હાજર છે. 22 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 131 રન છે.
વિરાટ કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો!
વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં માત્ર 25 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28000 રન પૂરા કરી દીધા છે. કોહલીએ આ જાદુઈ આંકડો માત્ર 557 મેચની 624 ઈનિંગ રમીને હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનારો તે દુનિયાનો માત્ર ત્રીજો ક્રિકેટર છે. આ પહેલા સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા આ રેકોર્ડ કરી ચૂક્યા છે. હાલ, તેણે 53 બોલમાં 56 રન ફટકાર્યા છે.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ
ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે અને તેઓ જીતની સાથે 2026 ની શરૂઆત કરવા જઇ રહી છે. આ ઉપરાંત વડોદરાનું કોટંબી સ્ટેડિયમ પણ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચની મેજબાની કરી રહ્યું છે. જે આ મેદાન માટે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. બેટર ડેવોન કોન્વે અને હેનરી નિકોલસ પહેલી વિકેટ માટે 117 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. આ પાર્ટનરશીપ દરમિયાન બંને ખેલાડીઓ 60-60 બોલમાં પોતાની અડધી સદી પુર્ણ કરી હતી. આ પાર્ટનરશિપ હર્ષિત રાણાએ તોડી અને હેનરીને આઉટ કર્યો હતો. નિકોલ્સે 8 ચોગ્ગાની મદદથી 69 બોલમાં પોતાના 62 રન પૂર્ણ કર્યા હતા. હર્ષિત રાણાએ ત્યારબાદ કોન્વેને પણ આઉટ કર્યો હતો. કોન્વેએ 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 67 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. 28મી ઓવરે સિરાજે વિલ યંગની વિકેટ ઝડપી લીધી હતી. યંગ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો: ઇજાગ્રસ્ત પંત બહાર થતાં ટીમ ઈન્ડિયામાં 'ધુરંધર' ખેલાડીની એન્ટ્રી, ODIમાં ડેબ્યૂની તક
ન્યૂઝીલેન્ડ ટીમનું સ્કોરકાર્ડ (300/8 - 50 ઓવર)
- ડેવોન કોનવે - 56 રન (67 બોલ)
- હેનરી નિકોલ્સ - 62 રન (69 બોલ)
- વિલ યંગ - 12 રન (16 બોલ)
- ડેરીલ મિશેલ - 84 રન (71 બોલ)
- ગ્લેન ફિલિપ્સ - 12 રન (19 બોલ)
- મિશેલ હે (WK) - 18 રન (13 બોલ)
- માઈકલ બ્રેસવેલ (C) - 16 રન (18 બોલ)
- ઝાચેરી ફોલ્કેસ - 1 રન (2 બોલ)
- ક્રિસ ક્લાર્ક - 24 રન (17 બોલ)
- કાઈલ જેમીસન - 8 રન (8 બોલ)
વડોદરા વનડે માટે ભારતની પ્લેઇંગ 11: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, પ્રસિધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ.
વડોદરા વનડે માટે ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝાચેરી ફોલ્કેસ, ક્રિસ ક્લાર્ક, કાયલ જેમિસન અને આદિત્ય અશોક.
![]() |



