Rishabh Pant injury: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ વન ડે અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ રમવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમની બહાર થઇ ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતને સાઇડ સ્ટ્રેન થયું છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 11 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની વન ડે સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત શનિવારે બપોરે વડોદરાના BCA સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બેટિંગ કરતા સમયે પંતની અચાનક જમણી બાજુ પડખામાં ભયાનક દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તેને તુરંત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા.
ઋષભ પંતને તુરંત જ એમ આર આઇ સ્કેન માટે ખસેડવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ની મેડિકલ ટીમે તેમના ક્લિનિકલ અને રેડિયોલોજીકલ રિપોર્ટ્સ અંગે નિષ્ણાતો સાથે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, પંતને સાઇડ સ્ટ્રેન (ઓબ્લીક મસલ ટીયર) છે. જેના કારણે પંતને ઓડીઆઇ સીરિઝમાંથી બહાર કરવાની ફરજ પડી હતી.
હવે ઋષભ પંતના સ્થાને પસંદગી સમિતિએ યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. બીસીસીઆઇના અનુસાર જુરેલ પહેલા જ ટીમ સાથે જોડાઇ ચુક્યો છે અને સીરીઝમાં સિલેક્શન માટે હાજર રહેશે. 24 વર્ષના જુરેલ ભારતીય ટીમ માટે 9 ટેસ્ટ અને 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ છે. જો કે ધ્રુવ જુરેલ અત્યાર સુધી ઓડીઆઇ ડેબ્યુની તક નથી મળી. સાઉથ આફ્રિકાની વિરુદ્ધ હાલની વનડે સીરિઝમાં પણ જુરેલ ભારતીય ટીમનો હિસ્સો હતા. જુરેલે ટેસ્ટ મેચમાં 35.30 ની સરેરાશથી 459 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 1 અર્ધશતકનો સમાવેશ થાય છે. બીજી તરફ ટી20 ઇન્ટરનેશનલ માં તેમના નામે 4.00 ની એવરેજથી 12 રન નોંધાયેલા છે.
ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શ દીપ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડનો સંપૂર્ણ કાર્યક્રમ
11 જાન્યુઆરી - પહેલી વનડે, વડોદરા
14 જાન્યુઆરી - બીજી વનડે, રાજકોટ
18 જાન્યુઆરી - ત્રીજી વનડે, ઇન્દોર
21 જાન્યુઆરી - પહેલી ટી20, નાગપુર
23 જાન્યુઆરી - બીજી ટી20, રાયપુર
25 જાન્યુઆરી - ત્રીજી ટી20, ગુવાહાટી
28 જાન્યુઆરી - ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી - પાંચમી ટી20, તિરુવનંતપુરમ


