For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉમરાન મલિકે 155 કિમીની ઝડપે બોલ નાંખીને ઈતિહાસ રચ્યો

- ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ નાંખવાનો રેકોર્ડ

- બુમરાહે 2018-19માં 153.36 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો

Updated: Jan 4th, 2023

Article Content Imageમુંબઈ, તા.4

ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20માં 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તે આંતરરાષ્ટ્રીયક્રિકેટમાં સૌથી ઝડપી બોલ નાંખનારો ભારતીય બોલર બની ગયો હતો. તેણે આ રેકોર્ડ ઈનિંગની 17મી ઓવરના ચોથા બોલે નોંધાવ્યો હતો. જેના પર તેને શનાકાની વિકેટ પણ મળી હતી. 

અગાઉ ભારત તરફથી સૌથી ઝડપી બોલ નાંખવાનો રેકોર્ડ બુમરાહના નામે હતો. તેણે 2018-19ની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એડિલેેડ ઓવલ ટેસ્ટમાં 153.36 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો. જે અત્યાર સુધી ભારત તરફથી નંખાયેલો સૌથી ઝડપી બોલ હતો.

આ યાદીમાં બુમરાહ પછી મોહમ્મદ શમી સ્થાન ધરાવે છે. જેણે 153.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો. જ્યારે નવદીપ સૈની 152.85  કિમીની ઝડપે બોલ નાંખીને ચોથા ક્રમે છે.

Gujarat