Sports

તિલક વર્માની નિષ્ફળતા: દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક ગુમાવી

By GS Team
22 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમનું ટી20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે, જેમાં ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાના તમામ ચારેય મેચો જીતીને સુપર-8 માં જગ્યા બનાવી લીધી છે. હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપર-8 નો મહત્વનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ખાસ કરીને તિલક વર્મા પર સૌની નજર છે, કારણ કે તેમની પાસે એક મોટો ઈતિહાસ રચવાની તક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તિલક વર્માની નિષ્ફળતા: દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક ગુમાવી

ICC T20 World Cup 2026, Tilak Varma Record : ભારતીય ટીમનું ટી20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે, જેમાં ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાના તમામ ચારેય મેચો જીતીને સુપર-8 માં જગ્યા બનાવી લીધી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં ટીમ ઈન્ડિયાના બેટર તિલક વર્માને ઈતિહાસ રચવાની તક હતી, જોકે તેણે આજે તે તક ગુમાવી દીધી  છે. 

આજે તિલક વર્માને બેરસ્ટો-આઝમનો રેકોર્ડ તોડવાની તક હતી

સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે તિલક વર્માને ઈતિહાસ રચવાની તક હતી, જોકે તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો છે. તિલક વર્મા દક્ષિણ આફ્રિકા સામે ટી20 ઈન્ટરનેશનલમાં 500 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાથી માત્ર ચાર રન દૂર હતો. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામે રમેલી 10 મેચોમાં તિલકે 70.85 ની સરેરાશથી કુલ 496 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે અર્ધસદીનો સમાવેશ થાય છે. વિશ્વ સ્તરે અત્યાર સુધી માત્ર ત્રણ જ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે 500થી વધુ રન બનાવી શક્યા છે, જેમાં જોસ બટલર (606 રન), બાબર આઝમ (526 રન) અને જોની બેરસ્ટો (501 રન) શામેલ છે.

આ પણ વાંચો : IPL 2026માં MS ધોની રમશે, CSKના CEOએ કરી પુષ્ટિ

વર્લ્ડ કપમાં તિલક વર્માનું પ્રદર્શન

ટી20 વર્લ્ડ કપની ગ્રૂપ મેચોમાં તિલક વર્માના પ્રદર્શનની વાત કરીએ તો, ગ્રુપ સ્ટેજની ચાર મેચોમાં તેણે શરૂઆતની ત્રણ મેચમાં 25-25 રન અને નેધરલેન્ડ સામે 31 રન બનાવ્યા હતા. જોકે તે હજુ સુધી મોટી ફિફ્ટી ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો : રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા