Get The App

VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કુલદીપ યાદવે બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, રિંકુ-પ્રિયાએ આપી હાજરી

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કુલદીપ યાદવે બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, રિંકુ-પ્રિયાએ આપી હાજરી 1 - image

Kuldeep Yadav Engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવે પોતાની નાનપણની મિત્ર સાથે સગાઈ કરી છે. લખનૌમાં બુધવારે આયોજિત એક સમારોહમાં કુલદીપે પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી છે. આ કાર્યક્રમમાં અનેક ખેલાડીઓએ હાજરી આપી હતી. મળતી માહિતી મુજબ, વંશિકા કાનપુરની રહેવાસી છે, તેમના પિતા LICમાં કામ કરે છે. આ સમારોહમાં રિંકુ સિંહ સહિત અનેક જાણીતા ક્રિકેટર સામેલ થયા હતા.


આ પણ વાંચોઃ 'હું ભાંગી પડ્યો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી...' બેંગલુરુ નાસભાગ અંગે કોહલીની પ્રતિક્રિયા

ટેસ્ટ સીરિઝમાં થયું સિલેક્શન

જણાવી દઈએ કે, કુલદીપ યાદવનું સિલેક્શન ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ માટે થયું છે. 20 જૂનથી ઇંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. જેમાં કુલદીપ યાદવની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેશે. કારણ કે, આ ટીમમાં અશ્વિન જેવા અનુભવી બોલર નથી. વળી, સીરિઝ પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ સંન્યાસ લઈ લીધો છે. 

VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કુલદીપ યાદવે બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, રિંકુ-પ્રિયાએ આપી હાજરી 2 - image

આ પણ વાંચોઃ VIDEO : IPL ફાઈનલમાં પંજાબની હારથી પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ઉદાસી છવાઈ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈસવરાહ, મોહમ્મદ જૈશ્વરન, બ્રહ્મરાજ, બ્રહ્મસમાજ પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.