Get The App

VIDEO : IPL ફાઈનલમાં પંજાબની હારથી પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ઉદાસી છવાઈ

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
Preity Zinta gets Emotional after PBKS Loss IPL Final

Preity Zinta gets Emotional after PBKS Loss IPL Final: વર્ષો રાહ જોયા પછી, રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ આખરે 2025 ની IPL ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. મેચ જીત્યા પછી, RCB ના ખેલાડીઓ અને ચાહકોમાં ભારે ખુશી હતી, પરંતુ તે સમય પ્રિટી ઝિન્ટાના ચહેરા પર ઉદાસી હતી. પંજાબ કિંગ્સ વર્ષોના સ્વપ્નને સાકાર કરવા માટે મેદાનમાં ઉતરી, પરંતુ નસીબ ફરી એકવાર તેનો સાથ ન આપ્યો.

પ્રિટીના ચહેરા પર ઉદાસી દેખાઈ 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી પ્રિટી ઝિન્ટા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. તેણે સફેદ કુર્તો, લાલ દુપટ્ટો અને સલવાર પહેરી હતી. પરંતુ હારનું દુઃખ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

પ્રિટીએ તેની ટીમને સાંત્વના આપી, શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓને પણ મળી અને તેમને પ્રોત્સાહન આપ્યું. એવામાં ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ઘણાએ કહ્યું કે, 'પ્રિટી ભાવનાત્મક રીતે તેની ટીમ સાથે જોડાયેલી છે.' ઘણાએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'ભાઈ, તે પણ 18 વર્ષથી રાહ જોઈ રહી છે', બીજાએ લખ્યું- '2014 પછી, પ્રિટીની આંખોમાં ફરીથી આંસુ જોવા મળ્યા... દિલ તૂટી ગયું.'

આ પણ વાંચો: RCBની વિક્ટ્રી પરેડ કેન્સલ, બેંગ્લુરુ ટ્રાફિક પોલીસે પરવાનગી ન આપી, હવે આ રીતે કરશે ઉજવણી

પ્રિટી ઝિન્ટા સૌથી લોકપ્રિય IPL ફ્રેન્ચાઇઝ માલિકોમાંની એક છે. તે દરેક મેચમાં ટીમને પ્રોત્સાહન આપે છે અને ખેલાડીઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી રહે છે. 2014 ની ફાઇનલમાં જ્યારે પંજાબ કિંગ્સ KKR સામે હારી ગઈ ત્યારે તે પણ આવી જ ઉદાસ જોવા મળી હતી. એવામાં RCB એ 18 વર્ષે પહેલી વાર IPL જીત્યું. જો કે પંજાબ કિંગ્સ પણ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માંગતી હતી, પરંતુ તે ફાઇનલમાં હારી ગયા. તેમજ તો પ્રિટી ઝિન્ટાની વાત કરીએ તો તે વર્ષ 2008 થી પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલી છે અને દરેક સિઝનમાં ટીમને ઈમોશનલ સપોર્ટ આપતી જોવા મળે છે. 

VIDEO : IPL ફાઈનલમાં પંજાબની હારથી પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ઉદાસી છવાઈ 2 - image