T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match LIVE : ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઈંગ્લેન્ડ સામે ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા ગઈકાલે (4 માર્ચ) રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એટલે કે આજે ભારત કે ઈંગ્લેન્ડમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.
India vs England Match LIVE Update
ભારતનો સ્કોર...
• છઠ્ઠી વિકેટ ઃ 18.5 ઓવરમાં 236 રન પર ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી છે. તિલક વર્મા માત્ર સાત બોલમાં ત્રણ સિક્સ ફટકારી 21 રને આઉટ થયો છે. જોફ્રા આર્ચરે તેને ક્લિન બોલ્ડ આઉટ કર્યો છે.
• પાંચમી વિકેટ ઃ 17.3 ઓવરમાં 212 રન પર ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ પડી છે. વિસ્ફોટક બેટર શિવમ દુબે 25 બોલમાં એક ફોર અને ચાર સિક્સ ફટકારી 43 રને આઉટ થયો છે. રન દોડતી વખતે હેરી બ્રુકે ડાયરેક્ટ સ્ટમ્પિંગ કરતા દુબે આઉટ થયો છે.
• ચોથી વિકેટ ઃ 15.4 ઓવરમાં 190 રન પર ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી છે. સુકાની સૂર્યકુમાર યાદવ 6 બોલમાં એક સિક્સ ફટકારી 11 રને આઉટ થયો છે. આદિલ રાશિદની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલર સૂર્યાને સ્ટમ્પ આઉટ કર્યો છે.
• ત્રીજી વિકેટ ઃ 13.1 ઓવરમાં 160 રન પર ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી છે. વિસ્ફોટ બેટર સંજૂ સેમસન 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સ ફટકારીને 89 રને આઉટ થયો છે. વિક જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે સંજૂનો કેચ કર્યો છે.
• બીજી વિકેટ ઃ 9.3 ઓવરમાં 117 રન પર ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી છે. ઈશાન કિશન 18 બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી 39 રને આઉટ થયો છે. આદિલ રાશિદની બોલિંગમાં વિલ જેક્સે કેચ કર્યો છે.
• સંજૂ સેમસનની ફિફ્ટી ઃ સંજૂ સેમસને ફરી દમદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી છે. સંજૂએ માત્ર 26 બોલમાં સાત ફોર અને બે સિક્સ ફટકારી 52 રન નોંધાવ્યા છે.
• પહેલી વિકેટ ઃ 2 ઓવરમાં 20 રન પર ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી છે. અભિષેક શર્મા માત્ર 9 રન બનાવી આઉટ થયો છે. વિક જેક્સની બોલિંગમાં ફિલ સોલ્ટે અભિષેકનો કેચ કર્યો છે.
ટોસ : ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે.
![]() |
| Wankhede Stadium |
સેમસના કારણે ભારત સેમિ ફાઈનલમાં
રિન્કુ સિંઘની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા ઓપનર સેમસને વિન્ડિઝ સામે અણનમ 97 રનની મેચ વિનિંગ ઈનિંગને સહારે ટીમને સેમિ ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. નોંધપાત્ર છે કે, વાનખેડેના મેદાન પર છેલ્લે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ફેબ્રુઆરી, 2025ના રોજ મુકાબલો ખેલાયો ત્યારે અભિષેકે 54 બોલમાં ઝંઝાવાતી ૧૩૫ રન ફટકાર્યા હતા.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજી સેમિ ફાઈનલ
આ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ છે. અગાઉ બંને દેશો 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું હતુ. આ પછી બંને દેશો વચ્ચે 27મી જુન, 2024ના રોજ વિન્ડિઝના પ્રોવિડેન્સમાં ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટક્કર થઈ હતી અને તેમાં ભારત 68 રનથી જીત્યું હતુ.
ભારત 2007-2024માં ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું હતું
ટીમ ઈન્ડિયા 2007 અને 2024ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી, જ્યારે 2014માં ભારતને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. વર્તમાન સ્થિતિ મુજબ ટીમ ઈન્ડિયાનો બેટિંગ પાવર મજબૂત છે, જ્યારે બોલિંગ પાવરમાં અનેક નબળાઈઓ સામે આવી છે. જ્યારે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને બેટિંગ અને બોલિંગ પાવર મજબૂત જોવા મળ્યો છે. વર્લ્ડકપ-2026ની ગ્રૂપ મેચોમાં ભારતે ચારમાંથી ચાર તો ઈંગ્લેન્ડે ચારમાંથી ત્રણ મેચો જીતી છે, જ્યારે સુપર-8ના તબક્કામાં ભારતે ભારતે ત્રણમાંથી બે અને ઈંગ્લેન્ડે ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે.
ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે મજબૂત
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચો રમાઈ છે, જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે કુલ 17 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડના ફાળે 12 જીત આવી છે. સ્થળ મુજબના વિશ્લેષણ પર નજર કરીએ તો, ભારતમાં રમાયેલી 16 મેચોમાંથી ભારતે 10 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 6 મેચમાં વિજય મેળવ્યો છે. ઈંગ્લેન્ડના મેદાન પર રમાયેલી 9 મેચોમાંથી ભારતે 4 અને ઈંગ્લેન્ડે 5 મેચ જીતી છે. તટસ્થ મેદાનો પર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યાં 4માંથી 3 મેચ ભારતે જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. સમગ્ર રીતે જોતા, આ ડેટા સૂચવે છે કે ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે ખાસ કરીને ઘરેલું અને તટસ્થ મેદાનો પર વધુ મજબૂત રહ્યું છે.
ભારત-ઈંગ્લેન્ડની ટીમમાં કોણ કોણ સામેલ
ભારતીય ટીમ : અભિષેક, સેમસન (વિ.કી.), કિશન, સૂર્યકુમાર (કેપ્ટન), તિલક, હાર્દિક, દુબે, અક્ષર, વરૂણ, અર્ષદીપ, બુમરાહ.
ઈંગ્લેન્ડની ટીમ : સોલ્ટ, બટલર (વિકી), બૂ્રક (કેપ્ટન), બેથેલ, બાન્ટન, સેમ કરન, જેક્સ, ઓવર્ટન, ડોસન, આર્ચર અને રાશિદ.
પ્રથમ સેમિફાઈલમાં સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં
આ પહેલા પ્રથમ સેમીફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા, જેમાં માર્કો જેન્સને અણનમ 55 રન અને ડેવાલ્ડ બ્રેવિસે 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી, કોલ મેકકોન્ચી અને રચિન રવીન્દ્રએ 2-2 વિકેટ ઝડપી હતી. 170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે માત્ર 12.5 ઓવરમાં 1 વિકેટના ભોગે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડના ઓપનર ફિન એલને તોફાની બેટિંગ કરતા માત્ર ૩૩ બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા, જે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદી બની ગઈ છે. તેની સાથે ટિમ સેફર્ટે પણ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડ 2026ના વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. રવિવાર આઠમી માર્ચના રોજ ફાઈનલ મેચ રમાશે.



