Get The App

IND vs ENG : ટી20 વર્લ્ડકપ-2026માં સૂર્યકુમાર યાદવે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
IND vs ENG : ટી20 વર્લ્ડકપ-2026માં સૂર્યકુમાર યાદવે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ 1 - image

T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શકી હતી. આ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીની રેકોર્ડ તોડ્યો છે. સૂર્યાએ કોહલીનો સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય ટી20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની આ 51મી મેચ છે. આ સાથે જ તે વિરાટ કોહલીને પાછળ છોડીને ભારતના સૌથી સફળ ટી20 કેપ્ટનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ કુલ 50 ટી૨૦ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. 

સૂર્યાએ કોહલીને રેકોર્ડ તોડ્યો

  • એમ.એસ. ધોની : 72 T20 મેચમાં કેપ્ટનશિપ કરી
  • રોહિત શર્મા : 62  T20 મેચમાં કેપ્ટનશિપ કરી
  • સૂર્યકુમાર યાદવ : 51 T20 મેચમાં કેપ્ટનશિપ કરી
  • વિરાટ કોહલી : 50 T20 મેચમાં કેપ્ટનશિપ કરી

અન્ય સિદ્ધિઓ પણ હાંસલ કરી

સૂર્યકુમાર યાદવની કેપ્ટન તરીકેની સફર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જ તેણે વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો હતો. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ જીતવાની સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.

આ પણ વાંચો : VIDEO : અક્ષર પટેલની અદભૂત ફિલ્ડિંગ : બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો

ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

ભારતે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ભારત 8મી માર્ચના રોજ ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે. આજની મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. અભિષેક શર્માએ 9 રન, ઈશાન કિશને 18 બોલમાં 39 રન, શિવમ દુબેએ 25 બોલમાં 43 રન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 11 રન, હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 27 રન તથા તિલક વર્માએ માત્ર 7 બોલમાં 3 સિક્સ સાથે 21 રન ફટકારી સ્કોરને મજબૂતી આપી હતી. મેચમાં હાર્દિકે બે વિકેટ, જ્યારે અર્શદિપ સિંઘ, જસપ્રિત બુમરાહ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેકોબ બેથેલે વિસ્ફોટક બેટિંગ કરીને 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs ENG: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર