Sports

IND vs ENG: રાજકોટમાં રમાયેલી T20ની ત્રીજી મેચમાં ભારતની હાર, ઈંગ્લેન્ડ 26 રને જીત્યું

By GS Team
28 Jan 20251 min read
This article was originally published on 28 Jan 2025
TukuTouch Logo
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ મેચની T-20 સીરિઝ રમાઇ રહી છે. આ દરમિયાન રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી મ્હાત આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: રાજકોટમાં રમાયેલી T20ની ત્રીજી મેચમાં ભારતની હાર, ઈંગ્લેન્ડ 26 રને જીત્યું

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ મેચની T-20 સીરિઝ રમાઇ રહી છે. આ દરમિયાન રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી મ્હાત આપી હતી. જોકે, હાર છતાં ભારત હજુ આ સીરિઝમાં 2-1થી આગળ છે. હવે આ સીરિઝની ચોથી મેચ મહારાષ્ટ્રના પુણેમાં મહારાષ્ટ્ર MCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝનો ત્રીજો મુકાબલો મંગળવારે રાજકોટમાં રમાયો હતો. જેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ પર 146 રન જ બનાવી શકી અને મેચ ગુમાવી દીધી.

મેચમાં ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યાએ 35 બોલ પર સૌથી વધુ 40 રન બનાવ્યા. જ્યારે અભિષેક શર્મા 24 રન બનાવી શક્યો. તે સિવાય કોઈ પણ બેટ્સમેન 20નો આંકડા સુધી ન પહોંચી શક્યો. ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ ઝડપી. જ્યારે જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સે 2-2 વિકેટ ઝડપી.