ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયાની પિચ પર રમશે સુરેશ રૈના, ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર
Suresh Raina Film debut : ક્રિકેટ અને સિનેમાનો સંબંધ ખૂબ જૂનો છે. પછી તે ફિલ્મોમાં ક્રિકેટને બતાવવાની હોય કે ક્રિકેટમાં ફિલ્મી કલાકારોનું મિલન. હવે આ મિલન ફરી એકવાર થવા જઈ રહ્યું છે. ક્રિકેટર સુરેશ રૈના હવે સિલ્વર સ્ક્રીન પર એક્ટિંગ કરતા જોવા મળશે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનટાઈટલ્ડ ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કરશે, જેની હાલમાં જ એક ઝલક જોવા મળી છે.
ક્રિકેટ પીચ પછી સિલ્વર સ્ક્રીન પર સુરેશ રૈના
સુરેશ રૈના ડ્રીમ નાઈટ સ્ટોરી પ્રોડક્શનમાં બની રહેલી પહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતા જોવા મળશે, તેની એક ઝલક મેકર્સે ખુદ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ ટીઝરમાં રૈનાને ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકોના જયઘોષ અને ઉજવણી સાથે રજૂ કરવામાં આવે છે. એ પછી ફિલ્મમાં અભિનેતા તરીકે તેની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવે છે. છેલ્લે ફિલ્મનું ટાઈટલ બતાવવામાં આવે છે, તેને હાલમાં 'પ્રોડક્શન 1' રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગિલના કુલ 430 રન : એક ટેસ્ટમાં સૌથી વધુ રન નોંધાવનારો એશિયાનો સૌપ્રથમ બેટ્સમેન
રૈના સિવાય આ ક્રિકેટરનું પણ કોલીવુડમાં પ્રવેશ
સુરેશ રૈના સિવાય અન્ય કેટલાક એવા ક્રિકેટર્સ પણ છે કે, જેમણે પોતાને સિલ્વર સ્ક્રીન પર કોલીવૂડની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. હરભજન સિંહએ વર્ષ 2021માં તમિલ ફિલ્મ ફ્રેન્ડશિપથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો કે, આ પહેલાં બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કેમિયો રોલ કરી ચૂક્યા હતા. પરંતુ આ તેમની પહેલી એક્ટિંગ ફિલ્મ હતી, જેમાં તેઓ જોવા મળ્યા હતા.