શૂટિંગ વચ્ચે કેચ પકડવા જતા સ્ટાર ક્રિકેટર દુર્ઘટનાનો શિકાર, ખભો ડિસલોકેટ થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rachin Ravindra injury : ભારત સામેની આગામી પાંચ મેચોની T20I સીરિઝ શરૂ થાય તે પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પ્રમોશનલ શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે આગામી મેચોમાં રમવા પર શંકાના વાદળો ઘેરાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઓકલેન્ડમાં 16 સપ્ટેમ્બરના રોજ એક પ્રમોશનલ શૂટ દરમિયાન ડાઈવ લગાવીને કેચ પકડતી વખતે તેનો જમણો ખભો ડિસલોકેટ થઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે મેડિકલ તપાસમાં કોઈ મોટી સ્ટ્રક્ચરલ ડેમેજની વાત સામે આવી નથી અને તે ગંભીર ઈજાગ્રસ્ત થવાથી બચી ગયો છે.
ગંભીર ઇજા નહી હોવાથી હાશકારો
ઘટના બાદ મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સ દ્વારા શુક્રવારે રચિનની પ્રારંભિક તપાસ કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના પર્ફોર્મન્સ મેનેજર માઈક સેન્ડલે આ દુર્ઘટનાને એક ફ્રીક એક્સિડન્ટ ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ટીમ મેનેજમેન્ટ રચિનની સારી રીતે રિકવરી કરાવવા અને તેને જલ્દી મેદાન પર પાછા લાવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ન્યુઝીલેન્ડના હેડ કોચ રોબ વૉલ્ટરે પણ ખેલાડીની ફિટનેસને લઈને સાવચેતીપૂર્વકનાં સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આગામી છ મહિનામાં ન્યુઝીલેન્ડ ટીમનો ટેસ્ટ ક્રિકેટનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે, તેથી રચિનને જરૂર વગર ઉતાવળમાં મેદાન પર ઉતારીને કોઈ જોખમ લેવામાં આવશે નહીં.
રોમાંચક મુકાબલા માટે ચાહકોમાં આતુરતા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 22 ઓક્ટોબરથી પાંચ મેચોની T20I સીરિઝની શરૂઆત થવાની છે. જેમાં ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને હેમિલ્ટનના મેદાનો પર રોમાંચક મુકાબલા રમાવાના છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ આગામી સપ્તાહની શરૂઆતમાં જ ભારત સામેની આ મહત્વપૂર્ણ T20I સીરિઝ માટે પોતાની સત્તાવાર ટીમની જાહેરાત કરવાનું છે, ત્યારે પસંદગીકારોની નજર પણ રચિન રવિન્દ્રની ફિટનેસ રિપોર્ટ પર વિશેષરૂપે ટકેલી છે. જો તે સમયસર સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો ટીમનું સંયોજન જાળવી રાખવું મેનેજમેન્ટ માટે મોટો પડકાર બનશે.




