For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

World Cup 2023 : સાઉથ આફ્રિકાએ 357 રન બનાવી ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાના આ રેકોર્ડની કરી બરોબરી

ક્વિન્ટન ડી કોકે ગઈકાલે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી

Updated: Nov 2nd, 2023

World Cup 2023 : સાઉથ આફ્રિકાએ 357 રન બનાવી ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાના આ રેકોર્ડની કરી બરોબરી
Image:IANS

World Cup 2023 SA vs NZ : સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે પુણેમાં ODI World Cup 2023ની 32મી મેચ રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 190 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. આ સાથે જ સાઉથ આફ્રિકન ટીમે ઈતિહાસ રચી દીધો હતો. સાઉથ આફ્રિકા ODI World Cupના એક એડિશનમાં સૌથી વધુ વખત 300થી વધુ સ્કોર કરનાર ટીમ બની ગઈ છે. આ ઉપરાંત તે પ્રથમ બેટિંગ કરતા સતત 8 મેચોમાં 300 રનનો આંકડો પાર કરનાર ટીમ પણ બની ગઈ છે.

સાઉથ આફ્રિકાએ કરી ઓસ્ટ્રેલિયાની બરોબર

સાઉથ આફ્રિકાની ટીમે ગઈકાલે રમયેલી મેચમાં ન્યુઝીલેન્ડને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા તેણે ODI World Cupની 4 મેચોમાં પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન પણ બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ ODI World Cup 2023માં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 300થી વધુ રન બનાવ્યા અહાતા અને આ ચારેય મેચમાં તેને જીત મળી હતી. આ ઉપરાંત સાઉથ આફ્રિકા(South Africa Most 350 Plus Totals In World Cup)ની ટીમે ODI World Cupમાં સૌથી વધુ વખત 350થી વધુ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયાની બરોબરી પણ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમે 9 વખત 350થી વધુ રન બનાવ્યા છે. ભારતે ODI World Cupમાં 4 વખત 350થી વધુ રના બનાવ્યા છે.

ડી કોકે 500 રનનો આંકડો પાર કર્યો

સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે ગઈકાલે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. ડી કોકે 116 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે ODI World Cup 2023માં 500 રનનો આંકડો પણ પાર કર્યો અને આવું કરનાર તે પ્રથમ સાઉથ આફ્રિકન બેટ્સમેન બન્યો હતો.

Article Content Image

Gujarat