પલાશ-મંધાનાનો સંબંધ તૂટ્યો: મુચ્છલ જુઓ કોના પર ભડક્યો, કહ્યું કાનૂની પગલાં લઈશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Smriti Mandhana Marriage Cancelled: જે લગ્નના ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે લગ્ન હવે તૂટી ગયા છે. જી હા! અ સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન હવે નહીં થાય. મ્યુઝિક કમ્પોઝર પલાશે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે જાણકારી આપી છે.
પલાશે સોશિયલ મીડિયા પર આપી માહિતી
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પલાશ મુચ્છલે પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું કે, 'મેં મારી જિંદગીમાં આગળ વધવા અને ખાનગી સંબંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે એ જોવું ખૂબ અઘરૂ છે કે, જે વસ્તુ મારા માટે સૌથી પવિત્ર બાબત છે. તેના વિશે લોકો પાયાવિહોણી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મારા જીવનનો સૌથી કઠિન સમય છે અને હું મારા વિશ્વાસ પર અડગ રહીને તેનો સામનો કરીશ. હું ખરેખર આશા રાખું છું કે, આપણે એક સમાજના રૂપે કોઈ વિશે પુષ્ટિ કર્યા વિના અફવાઓના આધારે મંતવ્ય બાંધતા પહેલાં થોડું રૂકતા શીખીશું.'
કડક કાર્યવાહીની ચેતવણી
પલાશે વધુમાં કહ્યું કે, 'મારી ટીમ ખોટી અને અપમાનજનક સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનારા તમામ લોકોને આભાર.'
23 નવેમ્બરે થવાના હતા લગ્ન
નોંધનીય છે કે, પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાના 23 નવેમ્બર, 2025ના દિવસે લગ્ન કરવાના હતા. પરંતુ લગ્નના દિવસે જ મંધાનાના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ઉતાવળમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એટલું જ નહીં આ દરમિયાન લગ્નની તારીખ પણ થોડા સમય માટે ટાળી દેવાઈ હતી. હવે આશરે 15 દિવસ એટલે કે, 7 ડિસેમ્બરે પલાશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શરે કરીને લગ્ન કેન્સલ થવાની વાત કહી છે.








