For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિરાજને 'તાજ': બન્યો દુનિયાનો નંબર-1 બોલર

Updated: Jan 25th, 2023

Article Content Image

નવી દિલ્હી,તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

ન્યૂઝીલેન્ડનો ભારતની જમીન પર શાનદાર રીતે વ્હાઈડ વોશ કરતા ભારતે ICC ODI Rankingમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે પરંતુ સાથે સાથે આઈસીસીના બોલર રેન્કિંગમાં પણ ટોપ સ્પોટ ભારતીય બોલરે કબ્જે કર્યું છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાસેથી MRF ટાયર્સ ICC મેન્સ વનડે પ્લેયર રેન્કિંગ(MRF Tyres ICC Men's ODI Player Rankings for bowlers)માં નંબર-1નું સ્થાન મેળવ્યું છે.

વનડે કેમ્પમાં રિટર્ન ફર્યા બાદ સિરાજે 20 મેચોમાં 37 વિકેટો મેળવીને ભારતના ઝડપી બોલરોમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બુમરાહની ગેરહાજરીમાં 28 વર્ષીય અન્ડરરેટેડ ખેલાડીએ આપેલ આ પરફોર્મન્સ પ્રશંસાને પાત્ર છે. 

કેપ્ટને પીઠ થપથપાવી 

ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં વ્હાઇટવોશ કર્યા બાદ ઉભરતા ઝડપી ખેલાડી વિશે પૂછવામાં આવતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સિરાજની પ્રશંસા કરી હતી. "તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. સિરાઝ સમજે છે કે ટીમ તેની પાસેથી શું અપેક્ષા રાખે છે. નવા બોલ સાથે શરૂઆતમાં બોલને સ્વિંગ કરાવીને પ્રારંભિક વિકેટો મેળવવી અને હવે મધ્ય ઓવરોમાં પણ શાનદાર સ્કિલ તેને વધુ એડવાન્ટેજ આપે છે. સિરાઝ જેટલું વધુ રમે છે તેટલું જ સારૂં પરફોર્મન્સ આપી રહ્યો છે."

Gujarat