Sports

'IPLમાં ચેમ્પિયન બનવા કરતા ટેસ્ટ સીરિઝ જીતવી મોટી ઉપલબ્ધિ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા શુભમન ગિલે કરી મોટી વાત

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
શુક્રવારે યુવા ટીમ ઈન્ડિયા ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા સિતારાઓના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયાની આ પહેલી ટેસ્ટ સીરિઝ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'IPLમાં ચેમ્પિયન બનવા કરતા ટેસ્ટ સીરિઝ જીતવી મોટી ઉપલબ્ધિ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા શુભમન ગિલે કરી મોટી વાત

Shubman Gill Statement on Test Series: શુક્રવારે યુવા ટીમ ઈન્ડિયા ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા સિતારાઓના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયાની આ પહેલી ટેસ્ટ સીરિઝ છે. ભારતીય ટીમ લીડ્સમાં શુક્રવારે, 20 જૂનથી પહેલી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

'ટેસ્ટ સીરિઝ જીતવી એ આઈપીએલથી મોટી ઉપલબ્ધિ'

ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ જીતવી એ આઈપીએલ ચેમ્પિયન બનવાથી પણ મોટી ઉપલબ્ધિ છે.

તમને કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસના મોકા નથી મળતા. જો તમે તમારી પેઢીમાં સર્વશ્રેષ્ઠમાંથી છો તો કદાચ બે પ્રવાસ કે ત્રણ. આઈપીએલ તો દર વર્ષે થાય છે અને દર વર્ષે મોકો મળે છે. મારા હિસાબે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જીત મોટી છે.

આ પણ વાંચો: '11 વર્ષનો હતો ત્યારથી જ સાથે રમીએ છીએ', ટીમમાં આ ખેલાડીની એન્ટ્રીથી KL રાહુલ ખુશ

'અમે ગમે ત્યાં જીતી શકીએ'

ઈંગ્લેન્ડમાં રેડ બોલથી રમવાનો ભલે ગિલને અનુભવન નથી, પરંતુ તે પડકારથી વિચલિત પણ નથી. તેમણે કહ્યું કે, કેટલાક લોકો કહે છે કે, તમારી ટીમની પાસે એટલો અનુભવ નથી, પરંતુ સારી વાત એ છે કે અમારા પર અપેક્ષાઓનો એટલે ભાર નહીં હોય કારણ કે વધુ પડતા ખેલાડી ઈંગ્લેન્ડમાં રમ્યા નથી. તેનાથી ઘણો ફરક પડશે. છેલ્લા પાંચથી દસ વર્ષમાં આપણા સીનિયર્સ પાસેથી અમને જે બ્લૂપ્રિંટ મળી છે, તે એ છે કે અમે ગમે ત્યાં જીતી શકીએ છીએ. અમે એ જ આત્મવિશ્વાસ સાથે રમાવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો સ્ટાર બેટર

'હું 4 નંબર પર રમીશ'

તેમણે કહ્યું કે, વિરાટ ભાઈના ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ બાદ મેં અને ગૌતમ ગંભીર ભાઈએ આના પર વાત કરી અને અમે બંને તેના પર સહમત થયા કે મારે ચોથા નંબર પર ઉતરવું જોઈએ.