'11 વર્ષનો હતો ત્યારથી જ સાથે રમીએ છીએ', ટીમમાં આ ખેલાડીની એન્ટ્રીથી KL રાહુલ ખુશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

KL Rahul and Karun Nair : ભારતીય ટેસ્ટ ટીમમાં કરુણ નાયરની એન્ટ્રીને લઈને કેએલ રાહુલે ખુશી વ્યક્ત કરી છે. જેમાં ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરિઝ શુક્રવારથી શરૂ થઈ રહી છે અને રાહુલને આશા છે કે, તેના બાળપણનો મિત્ર કરુણ ટીમમાં સારુ પ્રદર્શન કરશે. કરુણ અને રાહુલ બંને 33 વર્ષના છે અને બાળપણથી સાથે ક્રિકેટ રમી રહ્યા છે.
'11 વર્ષનો હતો ત્યારથી જ સાથે રમીએ છીએ'
કરુણે ઈંગ્લેન્ડ સામે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તેને લગભગ 8 વર્ષ સુધી ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે વાત કરતા રાહુલે કહ્યું કે, 'અમે બંનેએ 11 વર્ષનો હતો ત્યારથી જ સાથે રમીએ છીએ.' રાહુલે જણાવ્યું કે કરુણે ફરીથી એન્ટ્રી માટે મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાઉન્ટી ક્રિકેટ પણ રમી. પરત આવવા માટે કરુણનું સમર્પણ અને સખત મહેનત પ્રશંસનીય છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો સ્ટાર બેટર
રાહુલે કહ્યું કે, હું ઈચ્છુ છું કે, અમે બંને લાંબા સમય સુધી ભારત માટે રમતા રહ્યા. જ્યારે રાહુલનું માનવું છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરી ટીમ માટે મોટી ખોટ અનુભવાશે. મારા જીવનની દરેક ટેસ્ટમાં કાંતો વિરાય કે રોહિત અથવા તો બંને ટીમમાં રહ્યા છે. હવે તેમને વિના ડ્રેસિંગ રૂમમાં જાવું પણ અજીબ લાગશે. પરંતુ એ પણ જરૂરી છે કે, અન્ય ખેલાડીઓ હવે આગળ આવે અને જવાબદારી ઉઠાવે. વિરાટ અને રોહિતે દેશને ઘણું બધું આપ્યું છે અને તેઓ ભારતીય ક્રિકેટના લીજેન્ડ્સ રહેશે.








