સ્ટાર પ્લેયરનું ક્રિકેટ કરિયર ખતમ? અજીત અગરકરે કહ્યું - ટેસ્ટ ક્રિકેટમાં હાલ તેના માટે કોઈ જગ્યા નથી
Image Twitter |
Indian Test Team: ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ કરીને ટીમ બનાવાઈ છે. જો કે તોય આ ટીમમાં બે સ્ટાર ખેલાડીઓની બાદબાકી થવાથી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે લાગી રહ્યું છે કે ટેસ્ટમાં આ બે ક્રિકેટર્સનું કરિયર ખતમ થવાની અણીએ છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરના નિવેદનથી પણ આ સંકેતો વધુ મજબૂત બની રહ્યાં છે.
આ પણ વાંચો : શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો 37મો કેપ્ટન, જુઓ પ્રથમ કોણ હતો? આ રહી સંપૂર્ણ યાદી..
શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બહાર રાખવામાં આવ્યા
રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનના સંન્યાસ બાદ ભારતીય ટેસ્ટ ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે તેમ કહીએ તો નવાઈ નથી. હવે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથોમાં સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે ઋષભ પંતનું સિલેક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત IPLમાં સારું પ્રદર્શન કરનારા સાઈ સુદર્શન અને અર્શદીપ સિંહને પણ તક આપવામાં આવી છે. પરંતુ બીજી બાજુ IPLમાં શાનદાર પ્રદર્શન અને અનુભવી હોવા છતાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બહાર રાખવામાં આવ્યા છે. લાંબા સમયથી આ પ્લેયર્સ ભારતીય ટેસ્ટ ટીમથી બહાર છે. આવામાં બંને પ્લેયર્સના ટેસ્ટ કરિયરના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે.
શ્રેયસ અય્યરે વર્ષ 2021માં ભારતીય ટીમ માટે ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યાર બાદ ભારત માટે 14 ટેસ્ટ મેચોમાં કુલ 811 રન બનાવ્યા છે જેમાં એક સદી અને પાંચ અર્ધસદીનો સમાવેશ પણ થાય છે. જો કે ત્યાર બાદ ખરાબ પ્રદર્શન અને ઈજાને કારણે ટીમથી બહાર રહ્યો હતો અને તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિલેક્ટ કરવામાં આવ્યો ન હતો.
અજીત અગરકરે કહ્યું - શ્રેયસ માટે હાલ જગ્યા નથી
ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે અય્યર વિશે નિવેદન આપતા કહ્યું કે તેમણે વન-ડે સીરિઝ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યુ છે. પરંતુ હાલ ટેસ્ટ ક્રિકેટમાં તેની માટે કોઈ જગ્યા નથી. અગરકરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અય્યર ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર જ રહેશે. અય્યર મિડલ ઓર્ડરમાં રમે છે અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં મિડલ ઓર્ડરમાં કરુણ નાયર જેવા ખેલાડીઓને તક મળી છે.
આ પણ વાંચો :વિરાટે સંન્યાસ લેતા જ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, 8 વર્ષ પછી થઈ વાપસી
ઈશાન કિશન પણ 2023થી ટેસ્ટ ટીમમાંથી બહાર
ઈશાન કિશને ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2023માં ડેબ્યુ કર્યુ હતું પરંતુ ત્યારથી ટેસ્ટમાં તેનો સમાવેશ થયો નથી. IPLમાં બેટિંગમાં કિશનનું સારું પ્રદર્શન રહ્યું છે પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ઋષભ પંતને મોકો આપવામાં આવ્યો છે.