Get The App

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો 37મો કેપ્ટન, જુઓ પ્રથમ કોણ હતો? આ રહી સંપૂર્ણ યાદી..

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો 37મો કેપ્ટન, જુઓ પ્રથમ કોણ હતો? આ રહી સંપૂર્ણ યાદી.. 1 - image


Indian Test match captains list: ભારતીય ક્રિકેટ ટીમે 1932માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી અત્યાર સુધી કુલ 36 ખેલાડીઓએ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે. હવે શુભમન ગિલને 37મા કેપ્ટન તરીકે આ જવાબદારી સોંપવામાં આવી છે.

ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) દ્વારા શનિવારે કરવામાં આવી છે. ભારતીય ટીમના પ્રથમ ટેસ્ટ કેપ્ટન સીકે ​​નાયડુ હતા. ભારતના તમામ કેપ્ટનોએ માત્ર દેશને ગૌરવ જ ન અપાવ્યું, પરંતુ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડી છે.

સીકે નાયડુથી શરૂ થયેલો આ સિલસિલો શુભમન ગિલ સુધી પહોંચ્યો છે. કેટલાક કેપ્ટન મહાન રણનીતિકાર રહ્યા છે, કેટલાક પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, અને કેટલાક એવા છે જેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. હવે 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલ 37મા કેપ્ટન તરીકે ભારતીય ટીમની જવાબદારી સંભાળશે.

ભારતીય ટીમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 25 થી 28 જૂનની વચ્ચે 1932માં લંડનના લોર્ડ્સમાં રમી હતી. સીકે નાયડુની કેપ્ટનશીપ હેઠળ રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 158 રનથી હરાવ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડે 259 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગ 275/8 પર ડિકલેર કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 189 રન અને બીજી ઈનિંગમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત અત્યાર સુધીમાં કુલ 589 ટેસ્ટ મેચ રમ્યું છે. ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી રહ્યો છે. તેણે 68 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી અને તેમાંથી 40 મેચમાં જીત હાંસલ કરી છે.

ક્રમ

નામ

કાર્યકાળ

મેચ

જીત

હાર

ડ્રો

ટાઈ

1

સીકે નાયડૂ

1932-1934

4

0

3

1

0

2

મહારાજ ઓફ વિજયનગરમ

1936

3

0

2

1

0

3

ઇફ્તિખાર અલી ખાન પટૌડી

1946

3

0

1

2

0

4

લાલા અમરનાથ

1947-1952

15

2

6

7

0

5

વિજય હજારે

1951-1953

14

1

5

8

0

6

વીનૂ માંકડ

1955-1959

6

0

1

5

0

7

ગુલામ અહેમદ

1955-1959

3

0

2

1

0

8

પૉલી ઉમરીગર

 

1955-1958

8

2

2

4

0

9

હેમૂ અધિકારી

1959

1

0

0

1

0

10

દત્તા ગાયકવાડ

1959

4

0

4

0

0

11

પકંજ રૉય

1959

1

0

1

0

0

12

ગુલાબરાય રામચંદ

1959-1960

5

1

2

2

0

13

નારી કોન્ટ્રેક્ટર

1960-1962

12

2

2

8

0

14

ઇફ્તિખાર અલી ખાન પટૌડી

1962-1975

40

9

19

12

0

15

ચંદૂ બોર્ડે

1967

1

0

1

0

0

16

અજીત વાડેકર

1971-1974

16

4

4

8

0

17

એસ. વેંકટરાઘવન

1974-1979

5

0

2

3

0

18

સુનીલ ગાવસ્કર

1976-1985

47

9

8

30

0

19

બિશન સિંહ બેદી

1976-1978

22

6

11

5

0

20

ગુંડપ્પા વિશ્વનાથ

1980

2

0

1

1

0

21

કપિલ દેવ

1983-1987

34

4

7

22

1

22

દિલીપ વેંગસરકર

1987-1989

10

2

5

3

0

23

રવિ શાસ્ત્રી

1988

1

1

0

0

0

24

કૃષ્ણમાચારી શ્રીકાંત

1989

4

0

0

4

0

25

મોહમ્મદ અઝહરુદ્દીન

1990-1999

47

14

14

19

0

26

સચિન તેંડુલકર

1996-2000

25

4

9

12

0

27

સૌરવ ગાંગુલી

2000-2005

49

21

13

15

0

28

રાહુલ દ્રવિડ

2003-2007

25

8

6

11

0

29

વીરેન્દ્ર સહેવાગ

2005-2012

4

2

1

1

0

30

અનિલ કુંબલે

2007-2008

14

3

5

6

0

31

મહેન્દ્ર સિંહ ધોની

2008-2014

60

27

18

15

0

32

વિરાટ કોહલી

2014-2022

68

40

17

11

0

33

અંજિક્ય રહાણે

2017-2021

6

4

0

2

0

34

કેએલ રાહુલ

2022

3

2

1

0

0

35

રોહિત શર્મા

2022-2024

24

12

9

3

0

36

જસપ્રીત બુમરાહ

2022-2025

3

1

2

0

0

37

શુભમન ગિલ

2025-

 

 

 

 

 


ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ 

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ,  મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

વિરાટ કોહલી (2018-2021)એ ઈંગ્લેન્ડ સામે તેમની જ ધરતી પર 9 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 3 ટેસ્ટ જીતી હતી જ્યારે 5 મેચ હારી હતી. એક ટેસ્ટ ડ્રો રહી હતી. જસપ્રીત બુમરાહ (2022)ને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની એક જ ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરવાની તક મળી, જે ભારત હારી ગયું હતું. રોહિતે ક્યારેય ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ નથી કર્યું. જોકે, રોહિતે ઓવલ ખાતે 2023માં WTC ફાઈનલ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશીપ કરી હતી, જોકે, ત્યારે બંને જ દેશો માટે ન્યૂટ્રલ વેન્યૂ હતું. 

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની જીતનો ટેસ્ટ રેકોર્ડ સારો નથી. ભારતે ઈંગ્લેન્ડ સામે તેના ઘરઆંગણે અત્યાર સુધીમાં (1932-2022) 67 ટેસ્ટ મેચ રમી છે. આમાંથી ભારતે માત્ર 9 ટેસ્ટ જીતી છે, જ્યારે 36 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. 22 મેચ ડ્રો રહી હતી. મહેન્દ્ર સિંહ ધોની ((2011-2014)નો કેપ્ટન તરીકેનો ઈંગ્લેન્ડની ધરતી પર ખરાબ રેકોર્ડ રહ્યો હતો. ભારતને 9 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ જીત મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમને 7 ટેસ્ટ મેચમાં જીત મળી હતી. એક મેચ ડ્રો રહી હતી.

આ પણ વાંચો: IND vs ENG Test Team : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કૅપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ

20 જૂનથી શરૂ થઈ રહી છે સીરિઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હેડિંગ્લેના લીડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 20 થી 24 જૂન દરમિયાન રમાશે. આગામી ટેસ્ટ 2 થી 6 જુલાઈ દરમિયાન બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્યારબાદ માન્ચેસ્ટર 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ઓલ્ડ ટ્રેફોર્ડમાં ચોથી ટેસ્ટનું આયોજન કરશે. આ રોમાંચક સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના ઓવલમાં રમાશે.

ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, 2025 - હેડિંગ્લે, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંગહામ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન

Tags :