Get The App

SRHના સ્ટાર બોલર સાકિબ હુસૈને IPLમાં રચ્યો ઈતિહાસ, 10 મેચમાં બનાવ્યો 'મહા રેકોર્ડ'

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
SRHના સ્ટાર બોલર સાકિબ હુસૈને IPLમાં રચ્યો ઈતિહાસ, 10 મેચમાં બનાવ્યો 'મહા રેકોર્ડ' 1 - image

Sakib Hussain Record: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી ડેબ્યૂ કરનારા યુવા ઝડપી બોલર સાકિબ હુસૈને પોતાની ધારદાર બોલિંગના જોરે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે ડેબ્યૂ કરનારા સાકિબે પોતાના શાનદાર પ્રદર્શનથી આઈપીએલના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે અત્યાર સુધી કોઈ બોલર કરી શક્યો નથી.

‘ગોપાલગંજ એક્સપ્રેસ’નો દબદબો: ડેબ્યૂથી અત્યાર સુધી અણનમ રેકોર્ડ

બિહારના વતની અને ‘ગોપાલગંજ એક્સપ્રેસ’ તરીકે જાણીતા સાકિબ હુસૈનને આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ મેચ રમવાની તક મળી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ ઝડપીને તેણે સનરાઇઝર્સમાં લોકપ્રિયતા મેળવી હતી. સાકિબની સચોટ લાઇન-લેન્થ અને વિકેટ લેવાની ભૂખને કારણે તેને સીઝનની તમામ બાકીની લીગ મેચોમાં રમવાની તક મળી છે.

સાકિબ પણ ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતાર્યો છે. તેણે આ સીઝનની 10 લીગ મેચોમાં કુલ 15 વિકેટ ઝડપી છે. સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે, સાકિબે પોતાની ડેબ્યૂ મેચથી લઈને અત્યાર સુધી રમેલી તમામ 10 મેચોમાં સતત વિકેટ મેળવી છે. આઈપીએલના ઈતિહાસમાં ડેબ્યૂ કર્યા બાદ સતત 10 મેચમાં વિકેટ લેનારો તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.

માત્ર 30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદાયો હતો સાકિબ

IPL 2026ના મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સાકિબ હુસૈનને માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સીઝનની શરૂઆતની મેચોમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ ટીમની સતત હાર બાદ મેનેજમેન્ટે સાકિબ પર દાવ ખેલ્યો, જે એકદમ સાચો સાબિત થયો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને 20 લાખમાં ખરીદ્યો હતો પરંતુ ડેબ્યૂની તક મળી ન હતી, જ્યારે આઈપીએલ 2025માં તે અનસોલ્ડ રહ્યો હતો.

આ પણ વાંચો: IPL 2026: મેદાન બાદ હવે સોશિયલ મીડિયા પર જંગ! કોહલી સાથેની તકરાર વચ્ચે ટ્રેવિસ હેડની પોસ્ટ વાયરલ

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી

સાકિબ હુસૈનની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આરસીબી (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. હૈદરાબાદની છેલ્લી લીગ મેચ આરસીબી સામે હતી. જો આ મેચમાં સનરાઇઝર્સે આરસીબીને 166 રનમાં ઓલઆઉટ કરી દીધું હોત, તો તે સારા નેટ રન રેટના કારણે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હોત. જોકે, તેમ થઈ શક્યું નહીં અને સનરાઇઝર્સે લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહીને સફર પૂરી કરી છે.