For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંગુલીની ભવિષ્યવાણી સાચી ઠરી! ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડકપની ટીમમાં સ્થાન

Updated: Apr 30th, 2024

ગાંગુલીની ભવિષ્યવાણી સાચી ઠરી! ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડકપની ટીમમાં સ્થાન

Image : Twitter



T20 World Cup 2024: ICC ટી20 વર્લ્ડ કપને લઈને BCCI  દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો છે.  આ દરમિયાન BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ રાજથી પડદો ઉઠાવી દીધો હતો કે કયા સ્પિરનરને ટીમમાં સ્થાન મળશે.  લાગે છે કે ગાંગુલીની ભવિષ્યવાણી સાચી ઠરી છે અને પોતાના પ્રદર્શનના જોરે ગુજરાતનો ઓલરાઉન્ડર અને સ્પિનર અક્ષર પટેલ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. 

આ ખેલાડીની વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ 

BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જ વિકેટકીપર બેટ્સમેનથી સસ્પેન્સ ખતમ કરતા જણાવ્યું હતું કે રિષભ પંતને ભારતીય ટીમમાં જરૂર સામેલ કરવામાં આવશે. ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળશે. તેમણે કહ્યું કે રિષભ પંત અને અક્ષર પટેલનું વર્લ્ડ કપ રમવાનું નક્કી છે. ટી20 ક્રિકેટમાં જે રીતે બાબતો ચાલી રહી છે. તેનાથી એ જરૂરી થઈ ગયું છે કે આઠમાં નંબરનો ખેલાડી આવીને વિસ્ફોટક બેટિંગ કરી શકે. આ કારણે અક્ષરને આ ટીમનો ભાગ જરૂર બનાવવામાં આવશે, કેમ કે તે બોલિંગની સાથે-સાથે બેટિંગથી પણ કમાલ કરી શકશે. રોહિત શર્મા જરૂર ઈચ્છશે કે તેને અંતમાં 15-20 રન એક્સ્ટ્રા મળી જાય. જોકે હવે ગાંગુલીની ભવિષ્યવાણી સાચી ઠરી છે.  

ઘાતક ખેલાડીનું IPL માં પ્રદર્શન

અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તેણે IPLમાં અત્યાર સુધી કુલ 11 મેચ રમી છે, જેમાં 124 ની સ્ટ્રાઈક રેટથી 149 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેણે 1 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય બોલિંગમાં પણ ખેલાડીનું પ્રદર્શન શાનદાર છે. અક્ષરે 11 મેચમાં 9 વિકેટ લીધી છે. દરમિયાન જો તેને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવતા ભારતની પાસે બેટિંગનો ઓપ્શન વધી જશે. 

કોને કોને મળ્યું ટીમમાં સ્થાન 

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Gujarat