Sports

'રોહિત શર્મા ખુદ રિટાયર નહીં થાય પણ...', મોહમ્મદ કૈફે પસંદગીકારો અંગે આપ્યું મોટું નિવેદન

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપમાં રમશે કે નહીં, તે અંગે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપ્યું છે. કૈફના મતે, રોહિત શર્મા સ્વેચ્છાએ નિવૃત્તિ લેશે નહીં. જો ટીમ મેનેજમેન્ટ કે સિલેક્ટર્સ તેને ભવિષ્યની યોજનાઓમાં ન રાખવા માંગતા હોય, તો તેમણે પોતે જ નિર્ણય લેવો પડશે. 2026માં લોર્ડ્સ ખાતે રોહિતની 138 રનની સદી પછી પણ સિલેક્ટર્સમાં દ્વિધા હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રોહિત શર્મા ખુદ રિટાયર નહીં થાય પણ...', મોહમ્મદ કૈફે પસંદગીકારો અંગે આપ્યું મોટું નિવેદન

Rohit Will Not Self Retire: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી કેપ્ટન રોહિત શર્મા ODI World Cup 2027માં રમશે કે નહીં તે અંગે ક્રિકેટ જગતમાં સતત અટકળો ચાલી રહી છે. આ મુદ્દે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે રોહિત શર્મા સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર નહીં કરે. જો ટીમ મેનેજમેન્ટ કે સિલેક્ટર્સ તેને ભવિષ્યની યોજનાઓમાં સામેલ કરવા ન માંગતા હોય તો તેમણે જાતે જ નિર્ણય લેવો પડશે.

2027ના વર્લ્ડ કપ માટે રોહિત અંગે કોઈ સ્પષ્ટતા નથી: કૈફ

પોતાની યૂટ્યુબ ચેનલ પર વાતચીત કરતી વખતે મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. કૈફે જણાવ્યું હતું કે:

"ટીમ મેનેજમેન્ટ ઘણીવાર એવું કહે છે કે તેમણે રોહિત શર્માને પોતાનો નેચરલ ગેમ રમવાની પૂર્ણ આઝાદી આપી છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિએ એવું જાહેરમાં નથી કહ્યું કે 'રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ માટે અમારી યોજનાનો મહત્ત્વનો ભાગ છે.' આ પ્રકારનું સ્પષ્ટ નિવેદન બહાર આવવું જરૂરી છે."

કૈફના મતે, કોઈપણ ખેલાડીના ફોર્મમાં ઉતાર-ચઢાવ આવવો સ્વાભાવિક છે. રોહિતની પણ કોઈ સીરિઝ ખરાબ જઈ શકે છે, પરંતુ આવા સમયે મેનેજમેન્ટે તેની સાથે મજબૂતીથી ઊભા રહેવાની અને તેને ખુલ્લેઆમ સપોર્ટ કરવાની જરૂર છે. અત્યારે કોઈ અધિકૃત નિવેદન ન આવવાને કારણે ચાહકો અને બહારના લોકોમાં ભારે અસમંજસ અને આશંકાનો માહોલ બનેલો છે.

લોર્ડ્સ ટેસ્ટ અને BCCIનું સ્પષ્ટટ ક્લારિફિકેશન

ઉલ્લેખનીય છે કે, 16 જુલાઈ 2026ના રોજ એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે 19 જુલાઈ 2026ના રોજ લોર્ડ્સ ખાતે રમાનારી મેચ રોહિત શર્માની કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. જોકે, BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને રોહિતની નિવૃત્તિની વાતોનું ખંડન કર્યું હતું.

આ મેચમાં રોહિત શર્માએ શાનદાર વાપસી કરતા માત્ર 84 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રનની આક્રમક સદી ફટકારી હતી, જે ODIમાં તેની 34મી અને વર્ષ 2026ની પ્રથમ સદી હતી. જોકે, ભારત આ મેચ હારી ગયું હતું.

સિલેક્ટર્સમાં હજુ પણ દ્વિધાની સ્થિતિ

કૈફે ઉમેર્યું કે BCCIએ લોર્ડ્સ મેચ પહેલા હસ્તક્ષેપ કરીને અફવાઓ પર વિરામ મૂક્યો તે ઘણો સારો નિર્ણય હતો. આ સાથે જ રોહિતની સદીએ તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. તેમ છતાં, અંદરખાને સિલેક્ટર્સ વચ્ચે રોહિતને આગળ જાળવી રાખવો કે નહીં તે અંગે હજુ પણ અનિર્ણાયકતા અથવા અસમંજસ હોઈ શકે છે. કૈફના મતે, હવે રોહિતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે જાતે પાછળ નહીં હટે અને રમત ચાલુ રાખશે.