For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોહિત શર્માની ઘરઆંગણે સરેરાશ 83.55: બ્રેડમેન પછી બીજા ક્રમે

વિરાટ કોહલી ઘરઆંગણાના દેખાવમાં આઠમા ક્રમે

રહાણેની દરેક સિરીઝની બીજી ટેસ્ટમાં 60.3ની સરેરાશ

Updated: Feb 13th, 2021

રોહિત શર્માની ઘરઆંગણે સરેરાશ 83.55: બ્રેડમેન પછી બીજા ક્રમે

ચેન્નાઈ, 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

- રોહિત શર્મા ઘરઆંગણે ટેસ્ટમાં દોઢ હજારથી વધારે રન કરનારા ૨૦૩ ક્રિકેટરોમાં ૮૩.૫૫ની સરેરાશ ધરાવે છે. આ સરેરાશ ડોન બ્રેડમેન પછી બીજા નંબરની સરેરાશ છે.ડોન બ્રેડમેનની ઘરઆંગણે ૯૮.૨૨ની સરેરાશ છે.  શર્મા ભારતમાં ૨૩ ઇનિંગ્સ રમ્યો છે. તેમા તેણે ચાર વખત દોઢસો પ્લસ સ્કોર કર્યો છે. 

- રોહિત શર્માએ ૨૦૧૮ના પ્રારંભ પછી અત્યાર સુધીમાં ૧૯ સદી ફટકારી છે. તે સૌથી વધારે સદી છે. તેના પછીના ક્રમે વિરાટ કોહલીએ ૧૮ સદી ફટકારી છે. જો રુટે ૧૩ સદી ફટકારી છે. રોહિત શર્માએ ટેસ્ટમાં ચાર સદી વન-ડેમાં ૧૩ સદી અને ટી-૨૦માં બે સદી ફટકારી છે. આ સમયગાળામાં કોઈપણ બેટ્સમેને આ ત્રણેય ફોર્મેટમાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી.

- રોહિત શર્મા અને રહાણે વચ્ચે ચોથી વિકેટની ૧૬૨ રનની ભાગીદારી નોંધાઈ. આ પહેલા ૧૯૮૫માં ચેન્નાઈ ખાતે મોહિન્દર અમરનાથ અને મોહમ્મદ અઝહરુદ્દીને ચોથી વિકેટની ૧૯૦ રનની ભાગીદારી ઇંગ્લેન્ડ સામે નોંધાવી હતી. 

- રોહિત શર્માએ ઘરઆંગણે સાતમી ટેસ્ટ સદી ફટકારી હતી. તે વિદેશની ધરતી પર હજી સુધી એકપણ સદી ફટકારી શક્યો નથી તેના સિવાય મોમિનુલ હક્ક એવો ક્રિકેટર છે જેણે વિદેશમાં સદી નોંધાવ્યા વગર ઘરઆંગણે દસ સદી ફટકારી છે. આ સિવાય એલન લેમ્બ અને મહેલા જયવર્દને એવા બે બેટ્સમેન છે જેમણે વિદેશમાં સદી ફટકારતા પૂર્વે ઘરઆંગણે અનુક્રમે ૯ અને ૮ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડના રોબિન સ્મિથે પણ વિદેશમાં સદી ફટકારતા પૂર્વે ઘરઆંગણે સાત સદી ફટકારી હતી. 

- રોહિત શર્માએ ૧૬ વખત રમેલા સ્વીપ શોટ દ્વારા ૩૧ રન કર્યા હતા. ભારતે પહેલા દિવસે કુલ ૩૯ રન સ્વીપ શોટ દ્વારા કર્યા હતા. તેના માટે કુલ ૨૬ વખત પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પહેલી ટેસ્ટમાં ભારતે ફક્ત પાંચ જ વખત સ્વીપ શોટ માટે પ્રયત્ન કર્યો હતો અને ૧૦ જ રન કર્યા હતા. 

- કોહલીની છેલ્લી ૨૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ચોથું શૂન્ય છે. ઘરઆંગણે તે છેલ્લે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય રને આઉટ થયો હતો. ભારત તે ટેસ્ટ હારી ગયું હતું. છેલ્લી ૨૧ ઇનિંગ્સમાં કોહલીની સરેરાશ ૭૬.૪૪ની રહી છે અને તેમા ભારતમાં રમેલી ૪૨ ઇનિંગ્સમાં ફટકારેલી છ સદીનો સમાવેશ થાય છે. 

- પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે ૮૮ ઓવર નાખવા દરમિયાન એકપણ એકસ્ટ્રા રન આપ્યો નથી. આમ એકપણ એકસ્ટ્રા વગરનો આ સેકન્ડ હાઇએસ્ટ સ્કોર છે. એકસ્ટ્રા વગર ૩૨૮ રનનો રેકોર્ડ છે. ભારતે ૧૯૫૫માં પાકિસ્તાનમાં લાહોરમાં ૧૮૭.૫ ઓવર એકપણ એકસ્ટ્રા આપ્યા વગર નાખી હતી. 

- રહાણેની દરેક ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટનો રેકોર્ડ શાનદાર છે. તેમા તેની સરેરાશ ૬૦.૩ની છે અને ૧૬૨૭ રન છે. તેમા ૧૧ અડધી સદી અને છ સદીનો સમાવેશ થાય છે.


Gujarat