લાકડીને ટેકે ચાલવા મજબૂર રિષભ પંત, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ
Rishabh Pant England vs India: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર રિષભ પંતની બહાદુરીના ચારે બાજુએ વખાણ થઈ રહ્યા છે. માન્ચેસ્ટરમાં થયેલી ચોથી ટેસ્ટ મેચમાં રિષભે એક યોદ્ધાની જેમ રમત રમી હતી. પગનો ખૂબ જ દુખાવા હોવા છતાં પંત મેદાનમાં ઉતર્યો અને હાલમાં તે સીરિઝથી બહાર થઈ ગયો છે. મેચ પત્યા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી છે.
પહેલી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો પંત
ભારતની પહેલી ઇનિંગ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિસ વોક્સનો એક બોલ તેના પગ પર જોરદાર વાગ્યો, જેના કારણે પગથી લોહી પણ નીકળી રહ્યું હતું. પંતનું ચાલવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ તેમ છતાં તેણે બેટિંગ કરી. ભયંકર પીડા સાથે પંત મેદાન પર ઉતર્યો અને તેની હાફ સેન્ચુરી પણ પૂર્ણ કરી. જો કે બીજી ઇનિંગમાં મેચ ડ્રો થવાના કારણે તેની બેટિંગ આવી નહીં.
ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ
રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી હતી. તે છેલ્લી ટેસ્ટ સીરિઝમાં વાપસી કરવા ઉત્સુક થઈ રહ્યા છે. તેને લખ્યું કે, 'મને મળેલો બધો જ પ્રેમ અને શુભેચ્છાઓ માટે હું તમારો આભારી છું. આ મારી માટે ખરેખર શક્તિનો સ્ત્રોત છે. હું ધીમે-ધીમે સેટલ થઈ રહ્યો છું જ્યારે હું સાજો થઈશ તો હું રિહેબ શરૂ કરીશ, ધૈર્ય રાખી નિત્યક્રમનું પાલન કરીશ અને 100% યોગદાન આપીશ. દેશ માટે રમવું હંમેશાં મારા જીવનનું સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ રહ્યું છે. હું તે કામ ફરીથી કરવા માટે ઉત્સુક છું જે મને પસંદ છે.'
આ પણ વાંચો: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર