Get The App

ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષની દિવ્યા દેશમુખ ચેમ્પિયન, ફાઈનલમાં કોનેરુ હમ્પીને હરાવી રચ્યો ઈતિહાસ

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષની દિવ્યા દેશમુખ ચેમ્પિયન, ફાઈનલમાં કોનેરુ હમ્પીને હરાવી રચ્યો ઈતિહાસ 1 - image


Divya Deshmukh Chess World Cup Winner: ચેસ વર્લ્ડકપમાં 19 વર્ષની દિવ્યા દેશમુખ વર્લ્ડ ચેમ્પિયન બની છે. યુવા ખેલાડી દિવ્યાએ ભારતની કોનેરુ હમ્પીને હરાવીને FIDE Chess World Cupનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ દિવ્યા દેશમુખ ભાવુક થઈ ગઈ હતી અને ખૂશી આંસુ રોકી ન શકી.

આ પણ વાંચો: IND vs ENG: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર

ચેસ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જ્યોર્જિયાના Batumi રમાઈ હતી. શનિવાર અને રવિવારે દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે રમાયેલ ક્લાસિકલ મેચ ડ્રો થઈ હતી. આ મેચો 1-1 થી બરાબરી પર રહી હતી. ત્યાર બાદ આજે 28 જુલાઈ, સોમવારના રોજ દિવ્યા દેશમુખે રેપિડ રાઉન્ડમાં કોનેરુ હમ્પીને હરાવીને તેનો પહેલો ચેસ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું.  

ભારતે સેમિફાઇનલમાં ચીનને પછાડ્યું

FIDE ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર બંને ખેલાડીઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે. દિવ્યા દેશમુખે સેમિફાઇનલ મેચમાં ચીનની તાન ઝોંગીને હરાવી ફાઇનલમાં જગ્યા મેળવી છે. તો આ સાથે દિવ્યા મહિલા ચેસ વર્લ્ડની ફાઇનલમાં સ્થાન મેળવનારી દેશની પ્રથમ મહિલા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ સેમિફાઇનલમાં ચીનની ટીંગજી લેઈને પણ હરાવી હતી. ચીનને હરાવીને ભારતની આ દીકરીઓ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આનાથી પરથી એ સાબિત થાય છે કે, આ વખતે મહિલા ચેસ વર્લ્ડ કપનો પહેલો ખિતાબ ભારત આવવા માટે તૈયાર છે.

દિવ્યા દેશમુખને મળ્યું ઈનામ

નાગપુરની રહેવાસી દિવ્યા દેશમુખે ચેસ વર્લ્ડ કપ જીતીને વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે તે સાથે ભારતના ગૌરવમાં વધારો કર્યો છે. દિવ્યા વર્લ્ડ ચેમ્પિયન બનતા તેને લગભગ 42 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. તો આ બાજુ કોનેરુ હમ્પીને રનર-અપ તરીકે 30 લાખ રૂપિયાની ઇનામ રકમ મળ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: મેચ સમાપ્ત થતાં જ ગૌતમ ગંભીરે પંત માટે તોડ્યો પોતાનો જ નિયમ, ડ્રેસિંગ રૂમમાં જુઓ શું કહ્યું

Tags :