IND vs ENG: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર
Sunil Gavaskar angry on Ben Stokes: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે બીજી ઇનિંગ્સમાં ભારતની દમદાર બેટિંગના વખાણ કર્યા છે. આ સાથે તેઓ ઈંગ્લેન્ડ પર ભડક્યા પણ હતા. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, 'સંતોષ થયો? મને ગર્વ છે... આ ટીમે જે કર્યું મને તેના પર ગર્વ છે. માત્ર ચાર વિકેટ પડી.'
બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર
પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે વધુમાં કહ્યું હતું કે, 'ઈંગ્લેન્ડના ખેલાડીઓ તો પ્રેસ કોન્ફરન્સમાં આવીને કહી રહ્યા હતા કે અમે 600 રન કરી દીધા હવે ભારત ડરી ગયું છે. પિચ ભલે ગમે તેવી હોય ખેલાડીઓ અડીખમ રહ્યા અને રમતા રહ્યા. સવાલ એ થવો જોઈએ કે ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગ ડિકલેર કરવામાં આટલો વિલંબ કેમ કર્યો?'
સુનીલ ગાવસ્કરે આ મામલે કહ્યું હતું કે, 'શુભમન ગિલ જો મીડિયા કોન્ફરન્સમાં ભાગ લે છે તો હું ઇચ્છું છું કે તે ઈંગ્લેન્ડને કેટલાક પ્રશ્નો પૂછે જેમ કે, તમે 311 રનની લીડ કેમ લીધી? 240 રનની લીડથી તમે કેમ ખુશ ન હતા? બૅન સ્ટોક્સ સદી ફટકાર્યા પછી તમે ઇનિંગ્સ કેમ ડિકલેર ન કરી અને તમે તમારા બોલરોને બીજી વિકેટ લેવા માટે થોડો વધુ સમય કેમ ન આપ્યો? મને ખબર છે કે તે પૂછશે નહીં.. તે ખૂબ જ સારો વ્યક્તિ છે.. તે SG (સુનીલ ગાવસ્કર) નથી.. તે SG (શુભમન ગિલ) અલગ છે.. પરંતુ આ SG - 100% પૂછશે અને હું હવે પૂછી રહ્યો છું.'
આ પણ વાંચો: માંજરેકરનું ફરી વિવાદિત નિવેદન, રોહિત-વિરાટ માટે એવું બોલ્યો કે ફેન્સને નહીં ગમે
ભારતના નામે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વખત 350+ રન બનાવવાનો રેકોર્ડ
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં ડ્રો થયો. આ સાથે, ટીમ ઈન્ડિયાના નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો. જેમાં ભારત એક જ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ વખત 350+ રનનો બનાવનાર દેશ બની ગયો છે. આ કિસ્સામાં, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું. 1920-21માં ઓસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની એક જ ટેસ્ટ સીરિઝમાં 6 વખત 350+ રન બનાવ્યા હતા.