Get The App

VIDEO: પૃથ્વી શૉ અને મુશીર ખાનના ઝઘડાનું કારણ સામે આવ્યું, બેટ લઈને દોડાવ્યો હતો

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: પૃથ્વી શૉ અને મુશીર ખાનના ઝઘડાનું કારણ સામે આવ્યું, બેટ લઈને દોડાવ્યો હતો 1 - image


Prithvi Shaw vs Musheer Khan Fight Reason: પુણેમાં મંગળવારે (7 ઓક્ટોબર) પૃથ્વી શોનો તેની જૂની ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે ઝઘડો થઇ ગયો.   2025-26 ની રણજી ટ્રોફી સિઝન શરૂ થાય તે પહેલા મેચ દરમિયાન શો બેટ લઈને મુશીર ખાન તરફ દોડતો જોવા મળ્યો હતો. શો આ સીઝનમાં ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે.

આ પણ વાંચોઃ વનડેમાં સૌથી વધુ જીત નોંધાવનારા 7 કેપ્ટન, લીસ્ટમાં 2 ભારતીય, રોહિત-વિરાટ સામેલ નહીં

શું હતું માથાકૂટનું કારણ? 

આઠ વર્ષ સુધી મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તાજેતરમાં મહારાષ્ટ્રમાં જોડાયેલા શોએ 219 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ રમી. જોકે મેચ દરમિયાન તેની મુશીર ખાન જોડે કેમ માથાકૂટ થઇ તેનું કારણ એક રિપોર્ટમાં જણાવાયું છે.   વીડિયોમાં દેખાય છે કે સતત સ્લેજિંગને કારણે શો નારાજ થયો હતો કંટાળીને તે મુશીર સામે બેટ ઉપાડવા અને કોલર પકડવાની કોશિશ કરી હતી. 

આ પણ વાંચોઃ 'આવીજા તૂ...', U19માં ફ્લોપ વૈભવ સૂર્યવંશીની ભારત આવતા જ થશે તપાસ! જાણો કોણે આપી ચેતવણી

'Thank You' શબ્દે વિવાદ સર્જ્યો

બંને ટીમોના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના શો આઉટ થયાની તરત જ બની હતી, જ્યારે મહારાષ્ટ્રનો સ્કોર 430/3 હતો. શો 74મી ઓવરમાં મુશીર ખાનના બોલ પર ઇરફાન ઉમેરે દ્વારા ફાઇન લેગ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયા હતા. આઉટ થયા બાદ, મુંબઈના ખેલાડી મુશીર ખાને કથિત રીતે શોને 'Thank you' કહીને વિદાય આપી હતી, જેનાથી શો ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ઓન-ફિલ્ડ અમ્પાયર શૉને શાંત કરી રહ્યા હતા અને તેમને મુંબઈના ખેલાડીઓથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Tags :