'આવીજા તૂ...', U19માં ફ્લોપ વૈભવ સૂર્યવંશીની ભારત આવતા જ થશે તપાસ! જાણો કોણે આપી ચેતવણી

IND U19 vs AUS U19: ભારતની અંડર-19 ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટૂર પર છે. અહીં ટીમના યુવા ક્રિકેટરો પોતાનું અદ્દભુત પ્રદર્શન આપી રહ્યા છે. જો કે ટીમના યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આ સમયે ચર્ચામાં છે અને કારણ તેનુ પ્રદર્શન નહીં, પણ ફિટનેસને લઈને બેદરકારી છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટર કોચ વિક્રમ રાઠોડે વૈભવની ફિટનેસને લઈને ચેતવણી આપી છે અને ભારત આવ્યા બાદ તેની તપાસ કરાશે.
ફિટનેસને લઈને સવાલ
વાત એવી છે કે, રાજસ્થાન રૉયલ્સ ફ્રેન્ચાઇઝી દ્વારા શેર કરાયેલ એક વીડિયો કોલમાં વિક્રમ રાઠોડ અને વૈભવ સૂર્યવંશી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ કોલમાં રાઠોડ પહેલા જ વૈભવને ઓસ્ટ્રેલિયાના અનુભવ વિશે પૂછે છે, પણ પછી અચાનક ટૉપિક ફિટનેસ લઈ આવે છે.
શું કહ્યું કોચે?
વિક્રમ રાઠોડે વૈભવને પૂંછયું કે, 'તમારી ફિટનેસ કેવી ચાલી રહી છે?' તેણે તેનો જવાબ આપ્યો કે, 'ફિટનેસ તો સારી ચાલી રહી છે' પણ કોચ તેના જવાબથી બિલકુલ સહેમત નહોતા. તેમણે તરત વળતો જવાબ આપ્યો કે, 'જોઈએ જ્યારે પાછો આવશે, આવીજા તું પછી ખબર પડશે.' આ વાતથી સ્પષ્ટ થાય છે કે રાઠોડ ઈચ્છે છે કે વૈભવ તેની ફિટનેસ પર ધ્યાન આપે.
ફિટનેસને લઈને તપાસની વાત
સૂત્રોએ જણાવ્યા અનુસાર, વૈભવને ઔપચારિક રૂપે ચેતવણી આપવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટરૂપે કહ્યું છે કે ફિટનેસના ધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભારત આવતા તેની ફિટનેસ ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવશે. આ પગલું એટલે પણ મહત્ત્વનું છે કારણકે વૈભવ રાજસ્થાન રોયલ્સના ભવિષ્યના સંભવિત ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યો છે અને ટીમ તેને આગામી સ્તર માટે તૈયાર કરવા માગે છે.
વૈભવ ઉત્તમ ફોર્મમાં
ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી મલ્ટી-ડે મેચમાં વૈભવ સૂર્યવંશીએ 113 રનની શાનદાર ઇનિંગ રમી. આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. કોચ અને પસંદગીકારોએ તેના પ્રદર્શનની પ્રશંસા કરી છે, પરંતુ તેને યાદ અપાવ્યું છે કે ફિટનેસ એ ક્રિકેટમાં લાંબા ગાળાના અસ્તિત્વની ચાવી છે.