IPL-2025 : વરસાદના કારણે આ બે ટીમોની ક્વોલિફાયર મેચ રદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? જાણો IPLનો નિયમ

RCB vs PBKS First Qualifier If Washed Out : દેશભરમાં અનેક રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. મેઘરાજાએ દિલ્હી, મુંબઈ, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં મહાલવાનું શરૂ કરી દીધું છે. બીજીતરફ આઈપીએલ-2025ની ક્વાલિફાયર મેચ-1, ક્વાલિફાયર મેચ-2 અને ફાઈનલ મેચ રમાવાની બાકી છે, ત્યારે અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદે ક્રિકેટ રસિયાઓની ચિંતા વધારી દીધી છે. પ્રથમ ક્વોલિફાયરની મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે, ત્યારે ચિંતાની વાત એ છે કે, જો મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો શું થશે? તો જાણીએ આઈપીએલના નિયમ...

બેંગલુરુ-પંજાબની મેચમાં વરસાદ પડે તો શું થશે?
IPL-2025ની પ્રથમ ક્વોલિફાયર મેચ 29 જૂને ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમાં રમાવાની છે. જો પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાનારી પ્રથમ ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે તો તેની સીધી અસર રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુને થશે. જો વરસાદના કારણે આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ ધોવાઈ જાય તો પંજાબ કિંગ્સની ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે અને બેંગલુરુએ એલિમિનેટર મુકાબલો રમવાની નોબત આવશે. મેચ રદ થવાના કિસ્સામાં પંજાબનું ફાઈનલમાં પહોંચવાનું અને બેંગલુરુનું એલિમિનેટમાં પહોંચવાનું કારણ એ છે કે, આઈપીએલના પોઈન્ટ ટેબલમાં પંજાબનો નેટ રન રેટ બેંગલુરુ કરતા વધુ છે, જેના કારણે નિયમ મુજબ વરસાદના કારણે શ્રેયસ અય્યરની પંજાબ ટીમને ફાયદો થશે.

પોઈન્ટ ટેબલનું ગણિત
આઈપીએલ પોઈન્ટ ટેબલમાં બેંગલુરુ અને પંજાબ બંને ટીમોના 19-19 પોઈન્ટ છે, જોકે પંજાબનો નેટ રન રેટ +0.372 અને બેંગલુરુનો +0.301 છે. બંને ટીમોનો પોઈન્ટ સરખા હોવા છતાં બેંગલુરુ નેટ રન રેટમાં પાછળ છે, તેથી જો પ્રથમ ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે અને મેચ રદ કરવાની નોબત ઉભી થાય, તો પંજાબની ટીમને મેચ રમ્યા વગર ફાઈનલમાં એન્ટ્રી મળી જશે. બીજીતરફ પ્રથમ ક્વોલિફાયર માટે રિઝર્વ-ડે પણ રખાયો નથી.
ચંડીગઢમાં વરસાદની સંભાવના
બેંગલુરુ અને પંજાબ વચ્ચે ચંડીગઢમાં 29 મેએ પ્રથમ ક્વોલિફાયર મેચ રમાવાની છે. આ દિવસના હવામાનની વાત કરીએ તો અહીં વરસાદ પડવાની આશંકા ખૂબ જ ઓછી છે. બીજીતરફ 29 મે બાદ શહેરમાં ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ ભારે પવન પણ ફૂંકાવાની આગાહી છે. જ્યારે 30 મેથી એક જૂન દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ

