Sports

સતત બીજી વાર RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીના અણનમ 75 રન

By GS Team
31 May 20269 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 155 રન પર રોકી દીધું હતું, જે બાદ RCBએ 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સતત બીજી વાર RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીના અણનમ 75 રન

IPL 2026 Final Live Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 155 રન પર રોકી દીધું હતું, જે બાદ RCBએ 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. 

અમદાવાદમાં સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ

વર્ષ 2025માં ટાઇટલ જીત્યા બાદ 2025માં પણ એજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી પોતાના નામે કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ સ્થાપ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને RCB હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ, જેમણે અગાઉ 2010-11 અને 2019-20માં બેક-ટુ-બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.



IPL 2026 ફાઈનલ મેચ અપડેટ્સ

વિરાટ કોહલી (Virat Kohli): તેઓ ફાઈનલ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' (Player of the Match) બન્યા.

કાગીસો રબાડા (Kagiso Rabada): સીઝનમાં સૌથી વધુ 29 વિકેટ ઝડપવા બદલ તેને 'પર્પલ કેપ' (Purple Cap) મળી છે.

પંજાબ કિંગ્સ (Punjab Kings): આ ટીમને 'ફેરપ્લે એવોર્ડ' (Fairplay Award) મળ્યો છે.

મનીષ પાંડે (Manish Pandey): બેકવર્ડ પોઇન્ટ પર ટિમ ડેવિડનો શાનદાર કેચ પકડવા બદલ તેને 'કેચ ઓફ ધ સીઝન' (Catch of the Season) નો એવોર્ડ મળ્યો છે.

મોહમ્મદ સિરાજ (Mohammed Siraj): આ સીઝનમાં સૌથી વધુ 172 ડોટ બોલ ફેંકવા બદલ તેને ખાસ એવોર્ડ મળ્યો છે.

સાઈ સુદર્શન (Sai Sudharsan): આ સીઝનમાં સૌથી વધુ 75 ચોગ્ગા (fours) મારવા બદલ તેને એવોર્ડ મળ્યો છે.

વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)ની સિદ્ધિઓ

-તે આખી સીઝનનો 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) બન્યો છે.

-તેને સીઝનમાં સૌથી વધુ 776 રન બનાવવા બદલ 'ઓરેન્જ કેપ' (Orange Cap) મળી છે.

-તેને 'ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન', 'સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન' (સ્ટ્રાઇક રેટ: 237.3) અને સૌથી વધુ 72 સિક્સર મારવા બદલ 'સુપર સિક્સિસ ઓફ ધ સીઝન' ના એવોર્ડ પણ મળ્યા છે.

સતત IPL ટાઇટલ જીતનાર ટીમો

CSK - 2010 અને 2011

MI - 2019 અને  2020

RCB - 2025 અને 2026

એકથી વધુ વખત IPL ટાઇટલ જીતનાર

5 - MI

5 - CSK

3 - KKR

2 - RCB

એક જ મેદાન પર બે IPL ફાઇનલ જીતનાર

MI - કોલકાતા (2013, 2015)

MI - હૈદરાબાદ (2017, 2019)

KKR - ચેન્નઈ (2012, 2024)

RCB - અમદાવાદ (2025, 2026)

Qualifier 1ની વિજેતા ટીમ ફાઇનલ જીતી

2011માં વર્તમાન પ્લેઓફ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની 16 IPL ફાઇનલમાંથી 13 વખત Qualifier 1ની વિજેતા ટીમ ફાઇનલ જીતી છે, જેમાં છેલ્લી સતત 9 ફાઇનલનો પણ સમાવેશ થાય છે.

પાંચ કે તેથી વધુ IPL ફાઇનલ જીતમાં સામેલ ખેલાડીઓ

6 - રોહિત શર્મા

6 - અંબાતી રાયડુ

5 - એમએસ ધોની

5 - કિરોન પોલાર્ડ

5 - હાર્દિક પંડ્યા

5 - કૃણાલ પંડ્યા

એકથી વધુ વખત Purple Cap જીતનાર ખેલાડીઓ

ડરેન બ્રાવો (2013, 2015)

ભુવનેશ્વર કુમાર (2016, 2017)

હર્ષલ પટેલ (2021, 2024)

કાગિસો રબાડા (2020, 2026)

IPL 2026 ટૂંકમાં.....

એક સીઝનમાં સૌથી વધુ રન: 27450

એક સીઝનમાં સૌથી વધુ રન/વિકેટ (એવરેજ): 31.26

એક સીઝનમાં સૌથી ઊંચો RPO (રન રેટ): 9.88

એક સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા: 2332

એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા: 1426

સૌથી વધુ વ્યક્તિગત સદી: 15

200-પ્લસના સૌથી વધુ ટોટલ: 65

200-પ્લસના સૌથી વધુ સફળ ચેઝ: 17


CSK, MI બાદ RCBનું ખાસ યાદીમાં સ્થાન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નો ખિતાબ જીતી લીધો છે. RCB સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે કચડી નાખ્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCBએ 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી.

IPLના ઇતિહાસમાં RCB એવી માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 સીઝન આઈપીએલની ટ્રોફી જીતી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે 2010-2011 અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 2019-2020માં સતત 2 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. હવે બેંગલુરુએ 2025 પછી 2026નો ખિતાબ પણ જીતીને આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.


પાંચમી વિકેટ: 14મી ઓવરના છેલ્લા બોલ પર 132 રનના સ્કોર પર RCBની પાંચમી વિકેટ પડી. અરશદ ખાને ટીમ ડેવિડ 17 બોલમાં 24 રન બનાવીને આઉટ કર્યો

કોહલીની શાનદાર ફિફ્ટી: વિરાટ કોહલીએ ફાઈનલમાં વિરાટ ઈનિંગ રમતા 25 બોલમાં 52 રન ફટકાર્યા, આ સાથે વિરાટે આઈપીએલ ઈતિહાસના પોતાના રેકોર્ડમાં સૌથી ઝડપી પચાસ રન કર્યા, આ પહેલા 26 બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ હતો.


ત્રીજી અને ચોથી વિકેટ: રાશિદ ખાને પોતાની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી, પહેલા રજત પાટીદારને 15 રને બાદમાં કૃણાલ પંડયાને 1 રને આઉટ કર્યો

કિંગ કોહલીએ રચ્યો ઇતિહાસ!: IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600+ રન બનાવનારો એકમાત્ર બેટર

બીજી વિકેટ: છઠ્ઠી ઓવરમાં સિરાજ પછી કગિસો રબાડાએ RCBને બીજો ઝટકો આપ્યો. દેવદત્ત પડિક્કલ ચાર બોલમાં એક રન બનાવીને આઉટ થયો. આ સાથે જ હવે પર્પલ કેપ રબાડાના નામે થઈ ગઈ છે. આ તેની 29મી વિકેટ હતી. પાવર પ્લેમાં 6 ઓવર પછી RCBનો સ્કોર 2 વિકેટે 70 રન છે.

પહેલી વિકેટ: પાંચમી ઓવરમાં 62ના  સ્કોર પર RCBની પહેલી વિકેટ પડી. વેંકટેશ અય્યર 16 બોલમાં 32 રન બનાવીને આઉટથયો. મોહમ્મદ સિરાજે શિકાર કર્યો

રબાડાની બે ઓવરમાં 37 રન

RCB તરફથી ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ વેંકટેશ ઐયરે તરખાટ મચાવ્યો, કાગિસો રબાડાની પહેલી જ ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ. વેંકટેશ અય્યરે તેમની ઓવરમાં 18 રન ફટકાર્યા. 3 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. તે ખેલાડી ઈજાગ્રસ્ત છે, તેમ છતાં તે ચોગ્ગા-છગ્ગામાં જ વાત કરી રહ્યો છે, બીજી તરફ રબાડાની બીજી ઓવરમાં કોહલીએ ચાર બોલમાં 4,4,6,4 રન ફટકારી ઓવરમાં 19 રન લીધા.

ગુજરાતના 20 ઓવરમાં 155 રન 

ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સના બેટરો કોઈ કાઠું કાઢી શક્યા નહીં, હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ માત્ર 20 ઓવરમાં 155 રન જ બનાવી શકી, સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જ્યારે ગિલ 10 રન, સાઈ 12 રન તો બટલરે માત્ર 19 રન બનાવ્યા, RCB માટે રાસીખ સલામ ડારે ત્રણ વિકેટ તો ભુવનેશ્વર કુમાર અને હેઝલવૂડે બે-બે વિકેટ ચટકાવી.

સાતમી અને આઠમી વિકેટ: હોલ્ડર અને રાશિદ ખાન 7-7 રન બનાવીને થયા આઉટ, ગુજરાતનો સ્કોર 150ને પાર

છઠ્ઠી વિકેટ: 17મી ઓવરમાં 115 રનના સ્કોર પર ગુજરાત ટાઇટન્સની છઠ્ઠી વિકેટ પડી. રાહુલ તેવતિયા પાંચ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો. રાસિખ સલામ ડાર આઉટ કર્યો.

પાંચમી વિકેટ: 15મી ઓવરમાં 99 રનના કુલ સ્કોર પર ગુજરાત ટાઇટન્સની પાંચમી વિકેટ પડી. અરશદ ખાન 6 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો. જોશ હેઝલવુડે આઉટ કર્યો.

ચોથી વિકેટ: મોટા મેચના પ્લેયર કૃણાલ પંડ્યાએ ક્રીઝ છોડીને આગળ વધી રહેલા જોસ બટલરને પારખી જઈને ફાસ્ટ વાઈડ યોર્કર ફેંક્યો હતો, જેમાં બટલર થાપ ખાઈ ગયો અને જીતેશ શર્માએ તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. GT માટે સેટ થઈ ચૂકેલા બટલરની 19 રને વિકેટ ઝડપીને કૃણાલે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અપાવ્યો.

ત્રીજી વિકેટ: રાસિખ સલામ ડારે ક્રીઝની બહાર નીકળેલા નિશાંત સિંધુને શોર્ટ બોલ ફેંકી દેવદત્ત પડિક્કલના હાથે બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ કરાવ્યો, નિશાંત સિંધુ 18 બોલમાં 20 રન બનાવી પેવેલિયન ભેગો, 9 ઓવરમાં ગુજરાતના 3 વિકેટના નુકસાન પર માત્ર 59 રન

વૈભવ સૂર્યવંશીને ઓરેન્જ કેપ

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPLના ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા બેટર બન્યો, ફાઇનલમાં ગિલ 10 અને સુદર્શન માત્ર 12 રને આઉટ


બીજી વિકેટ: ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ સામે સાઈ સુદર્શન માત્ર 12 રન (12 બોલ, 2 ચોગ્ગા) બનાવીને આઉટ થયો. મોટો શોટ રમવાના ચક્કરમાં બોલ હવામાં ઘણો ઊંચો ગયો હતો, વિકેટકિપર જીતેશ શર્માએ દોડીને કેચ પકડ્યો હતો. 26 રન પર ગુજરાતની બીજી વિકેટ પડી.

પહેલી વિકેટ: જોશ હેઝલવુડની ઓવરમાં શુભમન ગિલ આઉટ, રજત પાટીદારે મિડ-ઑફ પર કેચ પકડ્યો, શુભમન ગિલે 8 બોલમાં 10 રન બનાવ્યા, 22 રન પર ગુજરાતની પહેલી વિકેટ પડી

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગિસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિખ સલામ ડાર

RCB vs GT આ સીઝન

રાઉન્ડ 1, બેંગલુરુ, 24મી એપ્રિલ: સાઈ સુદર્શનની શાનદાર સદી પર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની તોફાની અડધી સદીઓ ભારે પડી હતી, જેના કારણે RCBએ GTના 205 રનના ટાર્ગેટને આસાનીથી ચેઝ કરી લીધો હતો.

રાઉન્ડ 2, અમદાવાદ, 30મી એપ્રિલ: બે વિકેટ અને ત્રણ કેચ સાથે જેસન હોલ્ડર મેદાન પર બધી જ જગ્યાએ છવાયેલો જોવા મળ્યો હતો. GTએ RCBને માત્ર 155 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 16 ઓવર કરતાં પણ ઓછા સમયમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

રાઉન્ડ 3 (ક્વોલિફાયર 1), ધર્મશાલા, 26મી મે: રજત પાટીદારની શાનદાર અણનમ 93 રનની ઇનિંગના દમ પર RCBએ IPL પ્લેઓફ મેચનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર (254 રન) બનાવ્યો હતો. ત્યારબાદ પાવરપ્લેમાં જ GTની ટોપ-થ્રી વિકેટો ઝડપીને RCBએ 92 રનથી શાનદાર જીત નોંધાવી હતી.


હેડ ટુ હેડમાં કોણ આગળ?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે હેડ ટુ હેડ (આમને-સામને) મુકાબલામાં કેપ્ટન રજત પાટીદારની ટીમ 5-4ની લીડ ધરાવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ આંકડો 1-1ની બરાબરી પર છે. આ સીઝનમાં ગુજરાતે આ જ મેદાન પર RCBને હરાવ્યું હતું. પોતાના ઘરઆંગણે ગુજરાતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. IPL 2026માં અહીં ગુજરાત ટાઇટન્સે સાતમાંથી પાંચ મેચ જીતી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ રિપોર્ટ

RCB અને ગુજરાત વચ્ચે એક હાઈ-સ્કોરિંગ અને રોમાંચક મેચ જોવા મળી શકે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. બંને ટીમના ખેલાડીઓ સારા ફોર્મમાં છે પરંતુ તો પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મજબૂત ટીમ દેખાઈ રહી છે, પરંતુ આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં તેમને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ મિક્સ સોઈલ (મિશ્રિત માટી)ની પિચ પર રમાવાની છે. પિચ પર સારો બાઉન્સ રહેશે, તેથી ફાસ્ટ બોલરો પ્રભુત્વ મેળવી શકે છે.

અમદાવાદની પિચ કઈ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે? 

આ ફાઇનલ અમદાવાદની #6 પીચ પર રમાશે. આ પીચ પર સરેરાશ સ્કોર 199 રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સીઝનમાં આ પીચ પર રમાયેલી બંને મેચમાં ચેઝ કરનારી ટીમો વિજેતા બની છે. જોકે, બેટિંગ ફર્સ્ટ કરનાર ટીમોનો એકંદરે રેકોર્ડ અહીં મજબૂત રહ્યો છે. મે મહિનામાં આ પીચનો ઉપયોગ ન થયો હોવાથી ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. 

પાવરપ્લેમાં ફૂટવર્કનો ખેલ

RCB અને GT બંને સીઝનની શ્રેષ્ઠ એટેક ધરાવતી ટીમો છે. પાવરપ્લેમાં બંને ટીમોએ 33-33 વિકેટ ઝડપી છે. બેટરો પણ હવે સ્થિર ઊભા રહેવાને બદલે ક્રિઝ પર સતત ફૂટવર્ક કરી રહ્યા છે.

ટોસ અને બાઉન્ડ્રીનું ગણિત

ફાઈનલના ઈતિહાસમાં 10 વખત પહેલા બેટિંગ કરનાર અને 8 વખત ચેઝ કરનાર ટીમ જીતી છે. તેનો અર્થ એ કે કોઈ પણ એક પક્ષી વ્યૂહનીતિ પર નિર્ભર રહેવું જોખમી છે. બંને ટીમોએ પહેલા બેટિંગ કે બોલિંગ, બંનેમાં પરિસ્થિતિ મુજબ એક્ઝિક્યુશન કરવું પડશે. આંકડા મુજબ, ચેમ્પિયન ટીમો તેમના 59.6% રન બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) દ્વારા મેળવે છે. સરેરાશ 184 રનનો સ્કોર હવે 'પાર' (Par) સ્કોર ગણાય છે. જે ટીમ વધુ બાઉન્ડ્રી ફટકારે છે, તે દબાણ વગર સ્કોરબોર્ડ પર પ્રેશર જાળવી રાખે છે.

8 વર્ષથી ચાલી આવતી પરંપરા

2018થી અત્યાર સુધી, જે ટીમે ક્વોલિફાયર-1 જીત્યું છે, તેણે જ ફાઈનલની ટ્રોફી પોતાના નામે કરી છે. આ વર્ષે RCB એ ક્વોલિફાયર-1 માં ગુજરાતને પરાસ્ત કરીને સીધો ફાઈનલનો પ્રવેશ મેળવ્યો હતો. જો આ 'ગોલ્ડન ફોર્મ્યુલા' કામ કરે, તો RCB સતત બીજી વાર ચેમ્પિયન બની શકે છે.