Get The App

US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ 1 - image
Image source: IANS 
US Open Prize Money: દુનિયામાં અનેક રમતોમાં ખેલાડીઓને હજારો કરોડોની પ્રાઇઝ મની અપાય છે. આ પૈકી એક છે, છે US ઓપન. આ વર્ષે યુએસ ઓપનની શરૂઆત 24 ઓગસ્ટે ન્યૂયોર્કમાં થશે અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર 2025માં થશે. આ વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઇતિહાસની સૌથી વધારે પ્રાઇઝ મનીની જાહેરાત કરાઈ છે, જે 90 મિલિયન ડોલર છે. જ્યારે, ગયા વર્ષે પ્રાઇસમની 75 મિલિયન ડોલર હતી. તેમાં 20%નો વધારો કરી ખેલાડીઓનો ઉત્સાહ વધારાયો છે.


US ઓપન જીતનારા ખેલાડીઓને મળનારી પ્રાઇઝ મની 

યુએસ ઓપન 2025ની પ્રાઇઝ મની 90 મિલિયન ડોલર એટલે કે 790 કરોડની આસપાસ છે. આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ વિજેતાને મળશે 5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 44 કરોડ રૂપિયા. ત્યારે, રનર-અપ વિજેતાને મળશે 2.4 મિલિયન ડોલર એટલે કે 22  કરોડ રૂપિયા આપવામાં આવશે. સેમિ ફાઇનલિસ્ટ ખેલાડીઓને 14 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. ક્વાર્ટર ફાઇનલિસ્ટ 5.7 કરોડ રૂપિયા આપવામાં આવશે. રાઉન્ડ ઓફ માટે ક્વોલિફાઇ કરનારા ખેલાડીઓને 97 લાખથી લઈને 3.5 કરોડ રૂપિયાની રકમ મળશે. આ વર્ષે ઇનામી રકમમાં કુલ મળીને 39%ની વધારો કરવામાં આવ્યો છે. 

મિક્સ અને ડબલ્સની પ્રાઈઝ મનીમાં રકમમાં વધારો

યુએસ ઓપન 2025માં સિંગલ્સ સિવાય મિક્સ અને ડબલ્સની સ્પર્ધાનું પણ આયોજન થશે, જેમાં વિજેતા ટીમને 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયા અપાશે. ત્યારે ડબલ્સ ચેમ્પિયનને પણ મિલિયન ડોલર પ્રાઇઝ મની મળશે. રનર અપને 4.3 કરોડ રૂપિયા, સેમિ ફાઇનલિસ્ટને 2.9 કરોડ, ક્વાર્ટર ફાઇનલિસ્ટ 1 કરોડ રૂપિયાની રકમ અપાશે. આ સિવાય સિવાય ક્વોલિફાઇ કરનાર ખેલાડીઓને કુલ 8 મિલિયન ડોલર એટલે કે 70 કરોડ રૂપિયાની રકમ અપાશે. US ઓપન વ્હીલ ચેર સ્પર્ધાની પ્રાઈઝ મનીમાં 90 મિલિયન ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.  

Tags :