હું કોચ હોત તો રોહિત શર્માને રમવાનો મોકો આપ્યો હોત: રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન
Rohit Sharma Retirement: બોર્ડર ગાવસ્કર ટ્રોફી સમાપ્ત થયા પછી તરત જ રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે માત્ર તે સીરિઝ હારી જ નહીં, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું હતું. રોહિતના ખરાબ ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની છેલ્લી મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મુદ્દે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો ગૌતમ ગંભીરની જગ્યાએ તેઓ કોચ હોત તો રોહિત શર્માને ક્યારેય આવુ ન કરવા દેત. તેમણે આઈપીએલ દરમિયાન હિટમેનને આ વાત કહી હતી.
આ પણ વાંચો : IPL છોડવાની કિંમત ચૂકવવી પડશે? સ્ટાર્ક પર લાગી શકે છે કરોડોની પેનલ્ટી
રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીરનું નામ લીધા વિના ICC ને કહ્યું, 'મેં રોહિતને ટોસમાં ઘણી વખત જોયો છે. ટોસના સમયે બોલવા માટે તમને વધુ સમય મળતો નથી. જોકે, મેં એક મેચમાં તેના ખભા પર હાથ રાખ્યો હતો. મને લાગે છે કે તે મુંબઈમાં હતો અને મેં તેને કહ્યું હતું કે, જો હું કોચ હોત તો તમે છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર ન બેસતા. તમે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા હોત કારણ કે સીરિઝ પૂરી થઈ ન હતી. અને હું એવો વ્યક્તિ નથી, જે 2-1 ના સ્કોર સાથે હાર માની લે. જો તમારી માનસિકતા એવી હોય કે તમને લાગે કે તમે... આ કોઈ સ્ટેજનથી, તો તમે ટીમ છોડી દો.'
આ પણ વાંચો : કેપ્ટન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર હતો બુમરાહ, પણ છેલ્લી ઘડીએ ગિલનું નામ કેમ સૌથી આગળ?
શાસ્ત્રીએ વધુમાં આગળ કહ્યું, 'તે 30-40 રનની મેચ હતી અને મેં તેને એ જ કહ્યું હતું. સિડનીની પિચ ખૂબ જ ઝડપી હતી. તે જે ફોર્મમાં હોય, તે મેચ જીતનાર ખેલાડી છે. જો તે ગયો હોત પરિસ્થિતિને સમજી શક્યો હોત અને ટોચ પર 35-40 રન ફટકાર્યા હોત તો, તમને ખબર નથી કે, શું થઈ શક્યું હોત. તે શ્રેણી બરાબર થઈ ગઈ હોત. પરંતુ તે દરેકની પોતાની છે. બીજા લોકોની અલગ અલગ શૈલી હોય છે. આ મારી શૈલી હતી અને મેં તેને આ કહ્યું. આ ઘણા લાંબા સમયથી મારા મનમાં હતું, આજે મારે તેને બહાર કાઢવું પડ્યું. અને મેં તેને આ કહી દીધુ.'
જો રોહિત શર્માએ સિડની ટેસ્ટ રમી હોત અને ભારતને ચોક્કસ જીત અપાવવા માટે કેટલાક રન બનાવ્યા હોત, તો શ્રેણી 2-2 થી ડ્રો થઈ હોત. આ સ્થિતિમાં ન તો રોહિત શર્મા કે ન તો વિરાટ કોહલી પર કોઈ આફત આવત.