Get The App

કેપ્ટન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર હતો બુમરાહ, પણ છેલ્લી ઘડીએ ગિલનું નામ કેમ સૌથી આગળ?

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
કેપ્ટન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર હતો બુમરાહ, પણ છેલ્લી ઘડીએ ગિલનું નામ કેમ સૌથી આગળ? 1 - image


Bumrah News : જસપ્રીત બુમરાહને ટેસ્ટ કેપ્ટનશીપમાં રોહિત શર્માના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતો હતો. ડિસેમ્બર-જાન્યુઆરીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેણે બે મેચમાં કેપ્ટનશીપ પણ કરી હતી. એવામાં પ્રશ્ન થાય કે રોહિત શર્માની નિવૃત્તિ પછી બુમરાહને ટેસ્ટ કેપ્ટન પદેથી કેમ પડતો મૂકવામાં આવ્યો? કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ રહેનાર ખેલાડી અચાનક રેસમાંથી કેમ બહાર થઈ ગયો?

શુભમન ગિલ બની શકે છે રોહિત શર્માનો ઉત્તરાધિકારી

જોકે આ બાબતે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો કહે છે કે બીસીસીઆઈએ શુભમન ગિલને રોહિત શર્માના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યો છે. સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલે, અનુભવી ઓફ સ્પિનર   આર અશ્વિન જેવા નિષ્ણાતો પણ જસપ્રીત બુમરાહને ટેસ્ટ કેપ્ટનશીપ સોંપવાના પક્ષમાં હતા. તો પછી બુમરાહને કેવી રીતે પડતો મૂકવામાં આવ્યો? આ પ્રશ્નનો જવાબ
આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ સાથે સંબંધિત છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહને બનાવવામાં આવ્યો  હતો ટીમનો વાઈસ કેપ્ટન

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે જસપ્રીત બુમરાહને ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ કેપ્ટનશીપ કરી હતી કારણ કે કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો હોવાથી તે મેચ રમી શક્યો ન હતો. બુમરાહની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ 295 રનના મોટા માર્જિનથી જીતી હતી. ભારતની 47 વર્ષની જીતની રાહનો ત્યાં અંત આવ્યો.

ફિટનેસ અને ઈજાના કારણે બુમરાહને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં ન આવ્યો

સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહ કેપ્ટનશીપ કરી હતી કારણ કે રોહિત શર્માએ પોતે ટીમ છોડી દીધી હતી. 4 જાન્યુઆરીએ મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી અને તે પછી તે મેદાનમાં પાછો ફર્યો ન હતો. મેચ પણ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીતી ગયું. સિરીઝમાં ભારતનો શરમજનક પરાજય થયો. ત્યારબાદ BCCIએ નવા કેપ્ટન પર વિચાર કરવાનું શરૂ કર્યું પરંતુ બુમરાહની પીઠની ઈજા તેના દાવા માટે મોટો ઝટકો સાબિત થઈ.

ત્યારબાદ બુમરાહ 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લઈ શક્યો નહીં. તેમજ IPL 2025 ની શરૂઆતની મેચોમાં પણ રમી શક્યો નહીં. ફિટનેસ અને ઈજાના આ પડકારોને કારણે, બુમરાહને આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે પડતો મૂકવામાં આવ્યો.

Tags :