Get The App

IPL છોડવાની કિંમત ચૂકવવી પડશે? સ્ટાર્ક પર લાગી શકે છે કરોડોની પેનલ્ટી

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
IPL છોડવાની કિંમત ચૂકવવી પડશે? સ્ટાર્ક પર લાગી શકે છે કરોડોની પેનલ્ટી 1 - image
Image Twitter

IPL 2025: IPL 2025 ફરી એકવાર 17મે થી શરુ થઈ રહી છે. જો કે, એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યા બાદ ઘણી ટીમો માટે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા એક મોટો પડકાર રહ્યો છે. કેટલાક વિદેશી ખેલાડીઓ IPLની બાકીની મેચો માટે ભારત પરત આવી ચૂક્યા છે, પરંતુ કેટલાકે સંપૂર્ણપણે ઇન્કાર કરી દીધો છે કે તેઓ હવે આ સિઝનમાં નહીં આવે. તેમાંથી એકનું નામ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મિશેલ સ્ટાર્ક છે. મિશેલ સ્ટાર્ક IPL 2025માં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો.

આ પણ વાંચો : IPL 2025માં મોટા ફેરબદલ: સાત ખેલાડીઓ થયા બહાર, 5 ટીમોમાં બદલાવ

જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા પરત જતો રહ્યો છે. ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન અચાનક બ્લેકઆઉટ થયું ત્યારે સ્ટાર્ક પણ મેચમાં હાજર હતો. આ મેચમાં રમનારા કેટલાક વિદેશી ખેલાડીઓ આઘાતમાં સરી પડ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ટુર્નામેન્ટ ફરી શરુ થઈ રહી છે. ત્યારે આ સ્થિતિમાં ઘણા વિદેશી ખેલાડીઓ પરત આવી ગયા છે. 

આ પણ વાંચો : કેપ્ટન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર હતો બુમરાહ, પણ છેલ્લી ઘડીએ ગિલનું નામ કેમ સૌથી આગળ?

મિશેલ સ્ટાર્ક પર દંડ લગાવવાની ચર્ચા 

IPL 2025માં મિશેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ માટે એક મહત્ત્વનો ખેલાડી હતો, પરંતુ બાકીની મેચોમાં વાપસી ન થવાને કારણે સ્ટાર્ક મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. સ્ટાર્કને IPL 2025 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, જો તે સિઝનની બાકીની મેચો માટે પાછો નહીં ફરે તો દિલ્હી કેપિટલ્સ ટીમ હરાજી ફી કાપી શકે છે, તેના માટે ઓસ્ટ્રેલિયન બોલર પણ તૈયાર હોવાનું કહેવાય છે.

Tags :