આ એક 'ભૂલ'ના કારણે ગ્રામીણ યુવક બન્યો સ્ટાર, કોહલી અને ડિવિલિયર્સના આવ્યા ફોન
Rajat Patidar: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના મડાગાંવ નામના નાના ગામમાં રહેતા એક યુવાનને અચાનક વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરોના ફોન આવવા લાગ્યા. ધીમે ધીમે આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાવા લાગી અને રાજ્યભરના ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની ગયો.
આ પણ વાંચો: ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન... 'અજાણ્યા' ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત 17 વર્ષ
થોડા સમય પહેલા રજત પાટીદાર પાસે હતો આ નંબર
હકીકતમાં તેને એક મોબાઈલ નંબર ફાળવવામાં આવ્યો હતો, જે પહેલા ભારતીય ક્રિકેટર રજત પાટીદારના નામે હતો. 21 વર્ષીય મનીષે 28 જૂને એક મોબાઈલ સેન્ટરમાંથી જિયોનું નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું.સિમમાં એ જ નંબર હતો, જે થોડા સમય પહેલા રજત પાટીદાર પાસે હતો.
રિચાર્જ ન થવાને કારણે સિમ કાર્ડ બ્લોક થઈ ગયું
હકીકતમાં રજત પાટીદારનું સિમ 90 દિવસ સુધી બ્લોક રહેતા કંપનીએ એ નંબર નવા ગ્રાહકને ફાળવી દીધો. સિમ એક્ટિવેટ કર્યા પછી મનીષે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું, જેમાં રજત પાટીદારનો પ્રોફાઇલ ફોટો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે, તે કોઈ પ્રકારનું સોફ્ટવેર છે કે મજાક હશે. થોડા દિવસો પછી અજાણ્યા નંબરો પરથી ફોન આવવા લાગ્યા.
કોહલી અને ડી વિલિયર્સે ફોન કર્યો
કોલ કરનારાઓએ પોતાના નામ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને અન્ય ક્રિકેટરો તરીકે ઓળખાવતા હતા. મનીષને લાગ્યું કે, આ મજાક છે અને તેણે હળવાશથી જવાબ આપ્યો. પરંતુ એ પછી 15 જુલાઈના રોજ મનીષના મોબાઈલ પર એક ફોન આવ્યો, જેમાં તે વ્યક્તિએ પોતાનો પરિચય રજત પાટીદાર તરીકે આપ્યો અને તેને સિમ કાર્ડ પરત કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર આર.અશ્વિન CSKનો સાથ છોડશે, અટકળો શરૂ
રજતને નંબર પરત મળ્યો
મનીષને લાગ્યું કે, આ પણ મજાક છે, પરંતુ પોલીસ આવતાં મામલો ગંભીર બની ગયો. હકીકતમાં રજતે સિમ કાર્ડ પાછું મેળવવા માટે સાયબર સેલ અને ગારિયાબંધ પોલીસની મદદ લીધી હતી. મનીષે કહ્યું કે, 'આ ઘટના મારા જીવનની યાદગાર ઘટના રહેશે.' દેવભોગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ફૈજુલ શાહ હોડાનાએ કહ્યું કે, 'સાયબર સેલની વિનંતી પર મનીષના પિતા સાથે વાત કરવામાં આવી અને સિમ કાર્ડ પરત કરવામાં આવ્યું. જે રજત પાટીદારના પરત મોકલવામાં આવ્યું હતું.'