IPLથી નિવૃત્તિ બાદ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે કર્યો આર. અશ્વિનનો સંપર્ક! જાણો શું છે સમગ્ર મામલો
R Ashwin: હાલમાં જ IPLમાંથી નિવૃત્તિ લેનારા રવિચંદ્રન અશ્વિન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેના વિશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, હવે તે વિદેશી T20 લીગ તરફ વળશે. તેણે ILT20 માં પોતાનું નામ નોંધાવ્યું છે અને બની શકે કે તેઓ આ લીગમાં રમતા જોવા મળે. અશ્વિન એક વિશ્વ કક્ષાનો ખેલાડી છે, તેમજ એવું પણ છે કે, ઘણા દેશો ઇચ્છે છે કે તે તેમની લીગમાં રમે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમનામાં રસ દાખવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ BBLમાં રમવા માટે અશ્વિનનો સંપર્ક કર્યો
ક્રિકબઝે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ BBLમાં રમવા માટે અશ્વિનનો સંપર્ક કર્યો છે. આ સિઝનમાં અશ્વિન ઓસ્ટ્રેલિયાની લીગમાં રમતો નજરે પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે CAના CEO ટોડ ગ્રીનબર્ગ હાલમાં અશ્વિન સાથે વાત કરી રહ્યા છે.
આ અંગે મળતા રિપોર્ટ પ્રમાણે ગ્રીનબર્ગ હાલમાં અશ્વિન સાથે સંપર્કમાં છે. ગ્રીનબર્ગ અશ્વિનના IPL નિવૃત્તિ પછી જ તેમની સાથે વાત કરી રહ્યા છે. અશ્વિને એ વાતનો સંકેત આપ્યો હતો કે, તે વિશ્વભરમાં ચાલી રહેલી લીગને એક્સપ્લોર કરવા માંગે છે. ત્યારે તેનું BBLમાં આવવું એક મોટી વાત હશે. હવે જોવાનું રહેશે કે તેઓ અશ્વિન સાથે કેવી રીતે ડીલ કરે છે અને તેને BBL માં રમવા માટે મનાવશે. આ ઉપરાંત એ પણ જોવાનું રહેશે કે, અશ્વિન આ લીગમાં કેટલી મેચ રમે છે અને આઠ ફ્રેન્ચાઇઝીમાંથી કઈ ટીમનો ભાગ બને છે.
આ પણ વાંચો: VIDEO: રોહિત શર્માએ ફેન્સ સામે હાથ જોડવા પડ્યાં, ગણપતિના દર્શન વખતે એવું તો શું થયું?
'અશ્વિન BBL માં રમે એ ઘણા સ્તરે મોટી વાત હશે'
ગ્રીનબર્ગે ક્રિકબઝને એ વાતની પુષ્ટિ કરી છે કે, 'મેં અશ્વિનનો સંપર્ક કર્યો હતો. અશ્વિન જેવા ખેલાડી માટે અહીં આવીને BBL માં રમે એ ઘણા સ્તરે મોટી વાત હશે. તે એક ચેમ્પિયન ક્રિકેટર છે, જે આપણા ક્રિકેટ ઉનાળામાં ઘણું લઈને આવી શકે છે.'