VIDEO: રોહિત શર્માએ ફેન્સ સામે હાથ જોડવા પડ્યાં, ગણપતિના દર્શન વખતે એવું તો શું થયું?
Rohit Sharma Stops Fans From Chanting: ભારતીય ક્રિકેટર રોહિત શર્માના ફેન્સની યાદી લાંબી છે. પરંતુ ગણપતિ પંડાલમાં તેમણે જે કર્યું તે જાણ્યા પછી, તેમના પ્રત્યે તમારો આદર વધુ વધશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમા 'હિટમેન' રોહિત શર્મા બાપ્પાની પૂજામાં મગ્ન જોવા મળે છે. આ દરમિયાન તેમના કેટલાક ફેન્સ 'મુંબઈ કા રાજા કૌન?'ના નારા લગાવવાનું શરૂ કર્યું, જેના જવાબમાં ફેન્સે રેહિતનું નામ લેવાનું શરૂ કર્યું. પરંતુ રોહિત શર્માને આ ગમ્યું નહીં અને માથું ઊંચું કરીને ઈશારા દ્વારા ફેન્સને હાથ જોડીને ના પાડી હતી.
રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો
અહેવાલો અનુસાર, ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં રોહિત શર્મા ખૂબ જ ફિટ અને શાર્પ દેખાતા હતા. રજાઓ દરમિયાન પણ તેણે પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું હતું. આ જ કારણ છે કે મેદાન પર જાડા દેખાતા હિટમેન ટેસ્ટ દરમિયાન ખૂબ જ ફિટ દેખાતા હતા અને તેને ટેસ્ટ પાસ કરવામાં કોઈ ખાસ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને ગાવસ્કરની મહત્ત્વની સલાહ, કહ્યું - 'સંજુ સેમસનને રિઝર્વમાં ન રાખી શકાય'
રોહિતે ટેસ્ટ અને ટી20 ફોર્મેટને અલવિદા કહી દીધું
રોહિત શર્માએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ ODI ફોર્મેટમાં સક્રિય છે. હિટમેને 2024માં ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ ખિતાબ અપાવ્યા પછી સૌપ્રથમ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તાજેતરમાં ઈગ્લેન્ડ પ્રવાસ પહેલા તેમણે રેડ બોલ ક્રિકેટને પણ અલવિદા કહ્યું. જે પછી હવે તે ફક્ત ODI ફોર્મેટમાં સક્રિય છે.