Get The App

કોહલીને પોતે આપેલું જ્ઞાન ભારે પડ્યું, 0 પર બોલ્ડ કરનાર પ્રિન્સ યાદવે જાતે જ કર્યો ખુલાસો, જુઓ VIDEO

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
કોહલીને પોતે આપેલું જ્ઞાન ભારે પડ્યું, 0 પર બોલ્ડ કરનાર પ્રિન્સ યાદવે જાતે જ કર્યો ખુલાસો, જુઓ VIDEO 1 - image

IPL-2026, Prince Yadav On Virat Kohli : શું તમે જાણો છો કે, IPLમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમી રહેલા વિસ્ફોટ બેટર વિરાટ કોહલી સાથે ગજબની ઘટના બની છે. વાસ્તવમાં કોહલીએ લખનઉ સુપર જાયન્ટ્સના બોલર પ્રિન્સ યાદવને વિકેટ લેવા માટે મહત્ત્વનું જ્ઞાન આપ્યું હતું, જોકે હવે આ જ્ઞાન કોહલીને જ ભારે પડ્યું હોય તેવું જોવા મળ્યું છે.

પ્રિન્સે કોહલીને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો

ગઈકાલે બેંગલુરુ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પ્રિન્સ યાદવે કોહલીને શૂન્ય રને આઉટ કરી તરખાટ મચાવી દીધો છે. લખનઉ આ મેચ જીતી ગઈ હતી, જોકે પછી પ્રિન્સ યાદવે કોહલીને લઈને રસપ્રદ અને જોરદાર ખુલાસો કર્યો છે. કોહલીએ પ્રિન્સને જે સલાહ આપી હી, તે જ સલાહનો ઉપયોગ તેણે કોહલી સામે કર્યો છે.

વિરાટભાઈએ મને સલાહ આપી હતી : પ્રિન્સ

કોહલીની વિકેટ લેવા પર પ્રિન્સ યાદવે કહ્યું કે, ‘અગાઉ મેચ બાદ મેં વિરાટભાઈએ સાથે વાતચીત કરી હતી અને તેમણે મને સલાહ આપી હતી કે, જો બોલ એક લેન્થ પર ટર્ન થઈ રહી હોય છે, તો ત્યાં સુધી એ જ લેન્થ પર બોલિંગ કરતા રહો.’ પછી પ્રિન્સે કોહલીની સલાહ ખૂબ ધ્યાનથી માની અને તેણે બેંગલુરુ વિરુદ્ધની મેચમાં સલાહનો ઉપયોગ કર્યો. 

આ પણ વાંચો : VIDEO : ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો દેખાયો ચહલ, અનેકના જીવ જોખમમાં નાખ્યા

પ્રિન્સની બોલિંગમાં બીજા જ બોલે કોહલી ક્લિન બોલ્ડ

જ્યારે કોહલી ક્રિઝ આપ્યો ત્યારે પ્રિન્સ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કોહલીએ પ્રિન્સ પ્રથમ બોલને સન્માન આપ્યું. તેનો બોલ ખૂબ ટર્ન થતો હતો. પછી તેણે પોતાની લેન્થ બદલ્યા વગર જ બોલિંગ શરૂ કરી તો મહત્ત્વની વિકેટ ઝડપવામાં સફળ થયો. જેમાં કોહલી પ્રિન્સના બીજા જ બોલમાં ક્લિન બોલ્ડ આઉટ થઈ ગયો. બોલ પિચ પર પડ્યા બાદ થોડી અંદર આવી અને કોહલીના બેટ પેડની વચ્ચે થઈને સીધી જ સ્ટમ્પ પર ગઈ.

LSG vs RCB : પ્રિન્સની દમદાર બોલિંગ, ત્રણ વિકેટ ઝડપી

મેચની વાત કરીએ તો, વરસાદના વિઘ્નના કારણે મેચ 19 ઓવરની કરાઈ હતી, જેમાં લખનઉએ ત્રણ વિકેટે 209 રન નોંધાવ્યા હતા. લખનઉ તરફથી મિચેલ માર્શે માત્ર 56 બોલમાં 9 સિક્સ અને 9 ફોર ફટકારીને 111 રન ફટકાર્યા હતા, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. ત્યારપછી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે 9 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનિંગમાં આવેલો જેકોબ બેટલ 4 રને અને કોહલી 0 રને આઉટ થયો હતો. ટીમ 6 વિકેટે માત્ર 203 રન બનાવતા તેનો 9 રને પરાજય થયો હતો. લખનઉ તરફથી સૌથી વધુ રજત પાટીદારે 31 બોલમાં 6 સિક્સ અને 3 ફોર ફટકારી 61 રન કર્યા હતા. આ મેચમાં પ્રિન્સ યાદવે ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રિન્સે કોહલી બાદ દેવદુત પડ્ડીકલ અને જીતેશ શર્માને પણ આઉટ કર્યો હતો. 

આ પણ વાંચો : IPL 2026: ખેલાડીઓ સાથે અનધિકૃત લોકોની હાજરી પર BCCI લાલચોળ, તમામ ટીમો માટે બનાવાશે કડક એડવાઇઝરી