Get The App

VIDEO : ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો દેખાયો ચહલ, અનેકના જીવ જોખમમાં નાખ્યા

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો દેખાયો ચહલ, અનેકના જીવ જોખમમાં નાખ્યા 1 - image

Yuzvendra Chahal Vape Video: ક્રિકેટના મેદાન પર પોતાની ચપળતા અને ફિરકીથી બેટ્સમેનોને નચાવનાર સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અત્યારે એક ગંભીર વિવાદમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચહલ હવામાં ઉડતી ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ (Vape) પીતો જોવા મળી રહ્યો છે.

પંજાબ કિંગ્સની મોટી ભૂલ અને વિડિયો વાયરલ

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલ મેચ માટે એક શહેરથી બીજા શહેરમાં પ્રવાસ કરી રહી હતી. પંજાબ કિંગ્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમ ટ્રાવેલનો એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં ચહલ અજાણતામાં બેકગ્રાઉન્ડમાં રેકોર્ડ થઈ ગયો હતો. વિડિયોમાં તે પોતાના હાથમાં વેપ જેવી વસ્તુ પકડીને તેનો ધુમાડો કાઢતો સ્પષ્ટ જોઈ શકાય છે.

પંજાબ કિંગ્સે વિડિયો હટાવ્યો

જેવી પંજાબ કિંગ્સની સોશિયલ મીડિયા ટીમને આ મોટી ભૂલનો અહેસાસ થયો, તેમણે તરત જ વિડિયો હટાવી દીધો. પરંતુ, ત્યાં સુધીમાં ઘણા યુઝર્સે આ વિડિયો ડાઉનલોડ કરી લીધો હતો અને તે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો હતો. હવે ચહલને ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

ફ્લાઈટ સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન

ફ્લાઈટની અંદર ધૂમ્રપાન અથવા ઈ-સિગારેટનો ઉપયોગ કરવો એ માત્ર નિયમોની વિરુદ્ધ જ નથી, પરંતુ તે એક ગંભીર ગુનો છે. વિમાનની અંદર ઈલેક્ટ્રોનિક સિગારેટ કે વેપ લઈ જવું અને તેનો ઉપયોગ કરવો આગ લાગવાનો મોટો ખતરો ઉભો કરે છે, જે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકે છે. ચહલ જેવા સિનિયર અને જવાબદાર ખેલાડી પાસેથી આ પ્રકારની બેદરકારીની અપેક્ષા કોઈને નહોતી. વિડિયો વાયરલ થયા બાદ DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના નિયમોના ઉલ્લંઘન અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાય છે, તો ચહલને કાનૂની કાર્યવાહી અથવા નો ફ્લાય લિસ્ટમાં મૂકવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

રિયાન પરાગ પછી હવે ચહલ

ઈ-સિગારેટ વિવાદમાં ચહલ એકલો નથી. તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ પણ આ જ પ્રકારની સ્થિતિમાં ફસાઈ ચૂક્યો છે. એક મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો વિડિયો વાયરલ થયો હતો, જેમાં પરાગ ઈ-સિગારેટનો કશ લેતા કેમેરામાં કેદ થયો હતો. બીસીસીઆઈએ રિયાન પરાગ પર તેની મેચ ફીના 25% દંડ પણ લગાવ્યો હતો. પરાગ પછી હવે ચહલનું નામ આ લિસ્ટમાં જોડાવું એ BCCI માટે ચિંતાનો વિષય બની ગયો છે. કરોડો યુવાનોના રોલ મોડેલ હોવાને નાતે, જાહેર સ્થળો અને ખાસ કરીને ફ્લાઈટ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં આવી હરકતો કરવાથી દુર રહેવું જોઇએ.