Sports

'ખેલાડીઓએ પોતાની જવાબદારી ઠીક રીતે નિભાવી નહીં', કેપ્ટન બનતાં જ MIના ખરાબ પ્રદર્શન પર રોહિત શર્માનું નિવેદન

By GS Team
28 Nov 20263 mins read
TukuTouch Logo
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2027 પહેલાં રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમની નિરાશાજનક સિઝન (2024માં 5મા અને 2026માં 9મા સ્થાને) બાદ આ નિર્ણય લેવાયો છે. રોહિતે જણાવ્યું કે, શરૂઆતમાં તે તૈયાર નહોતો, પરંતુ ટીમને નવી દિશા આપવા અને 10 વર્ષ સુધી પોતે જ બનાવેલી ટીમને આગળ લઈ જવા માટે તેણે આ પડકાર સ્વીકાર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ખેલાડીઓએ પોતાની જવાબદારી ઠીક રીતે નિભાવી નહીં', કેપ્ટન બનતાં જ MIના ખરાબ પ્રદર્શન પર રોહિત શર્માનું નિવેદન

Rohit Sharma on MI : IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને ફરી એક વખત કેપ્ટન બનાવ્યો છે. રોહિતે 10 વર્ષ સુધી આ ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી હતી. જ્યારે આ ફ્રેન્ચાઇઝીએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે રોહિત શર્માને આ પદ પરથી હટાવી દેવાયો હતો. જોકે, આ પછી પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ. પંડ્યાની કેપ્ટનશિપમાં રમાયેલી 3 સીરિઝમાંથી 2 વખત મુંબઈ પ્લેઓફમાં પણ નહોતું પહોંચી શક્યું. 2024માં, પાંચમી વખત આ ટીમ ચેમ્પિયન્સની ટ્રોફીમાં નીચે રહી, જ્યારે 2026માં તે 14 મેચમાંથી માત્ર 4 જીતીને 9મા સ્થાને રહી હતી. હવે હાર્દિક પંજાબ કિંગ્સનો ભાગ છે, ત્યારે તેના બદલામાં મુંબઈમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આવ્યો છે. ત્યારે કેપ્ટન બન્યા બાદ રોહિતે ખુલાસો કર્યો છે કે IPL 2026ની નિરાશાજનક સિઝન બાદ તેને મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન બનવા માટે કહેવામાં આવ્યું હતું.

"હજુ હું આના માટે તૈયાર નથી" રોહિત શર્મા

રોહિતે ટીમના માલિક આકાશ અંબાણી સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું, "શરૂઆતમાં તો મારો એવો વિચાર હતો કે હજુ હું આના માટે તૈયાર નથી. મારે પાછું જઈને આ વિશે વિચારવું પડ્યું કારણ કે ઘણું બધું થઈ ગયું હતું."

"આ ટીમને અત્યારે એક નવી દિશાની જરૂર છે"

હિટમેને વધુમાં કહ્યું, "હું એવું નથી કહેતો કે આ ટીમને મારી એક લીડર તરીકે જરૂર છે. પરંતુ આ ટીમને અત્યારે એક નવી દિશાની જરૂર છે. અને જો તે દિશા હું છું, તો મને આ ટીમને આગળ લઈ જવામાં ખૂબ ખુશી થશે. હું ઘરે ગયો અને પછી આના વિશે વિચાર્યું. મને સમજાયું કે હું શું કરી શકું છું અને શું નહીં. શું હું ફરીથી આ ટીમની કેપ્ટનશિપ કરી શકું છું કે નહીં - આ બધી બાબતો પર મેં વિચાર કર્યો."

"હું તે પડકારને ફરીથી સ્વીકારી લઉં"

રોહિતે આગળ કહ્યું, "પરંતુ પછી, ઘણું બધું વિચાર્યા પછી, મને સમજાયું કે આ તે ટીમ છે જેને મેં જ બનાવી છે. 10 વર્ષો સુધી મેં આ ટીમની કેપ્ટનશિપ કરી છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું તે પડકારને ફરીથી સ્વીકારી લઉં."

"ખેલાડીઓને જે જવાબદારી આપવામાં આવી હતી, તેને તેઓ યોગ્ય રીતે નિભાવી ન શક્યા"

હાલ, રોહિતને આગામી સિઝન માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે આ કમાન સંભાળ્યા પછી કહ્યું, "નિરાશા એ નથી કે અમે ક્વોલિફાય ન કરી શક્યા. નિરાશા એ વાતની છે કે અમે સારું નહોતા રમ્યા. ખેલાડીઓને જે જવાબદારી આપવામાં આવી હતી, તેને તેઓ યોગ્ય રીતે નિભાવી ન શક્યા. સ્વાભાવિક છે કે તમે હારી રહ્યા હોવ છો અને મોમેન્ટ તમારી સાથે નથી હોતી, તો આવું થવું ખૂબ સ્વાભાવિક છે."

2027 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનું છેલ્લું વર્ષ હશે?

2027 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનું છેલ્લું વર્ષ હોઈ શકે છે, અને 2027ના IPL બાદ એક મેગા ઓક્શન પણ થવાનું છે. 39 વર્ષીય રોહિત હાલમાં વધારે આગળનું નથી વિચારી રહ્યો. તેણે કહ્યું, "આમાં કોઈ શંકા નથી કે આ એક ખૂબ જ રોમાંચક વર્ષ છે. પરંતુ જુઓ, હું બહુ આગળનું નથી વિચારવા માંગતો. મારી સામે જે પણ આવે છે, હું પહેલા તેને સંભાળવા ઇચ્છું છું અને પછી આગળ વધવા ઇચ્છું છું. મેં મારા જીવનમાં હંમેશા આવું જ કર્યું છે."