Get The App

રિષભ પંતે IPL નો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, મોટાભાગની મેચોમાં ટીમને 'હાર' તરફ ધકેલી

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
રિષભ પંતે IPL નો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, મોટાભાગની મેચોમાં ટીમને 'હાર' તરફ ધકેલી 1 - image


Image Source: Twitter

PBKS vs LSG:  ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર લખનઉની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે લખનઉની પ્લેઓફમાં પહોંચવાની આશાને પણ મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ આ હાર કરતાં વધુ રિષભ પંતની બેટિંગને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જેણે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા છે.

આ મેચમાં એક છેડે સતત વિકેટો પડી રહી હતી. ત્યારે આવા સમયે પંત પાસેથી કેપ્ટનશીપની ઈનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ પંતે ફરી એક વાર બધાને નિરાશ કર્યા અને તે આઉટ થઈ ગયો. પંત માત્ર 1 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. આ સિઝન દરમ્યાન તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 

રિષભ પંતે IPLનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો

રિષભ પંતે છેલ્લી 10 ઈનિંગ્સમાં માત્ર 128 રન બનાવ્યા છે, તેની એવરેજ 12.8 છે અને સ્ટ્રાઈક રેટ માત્ર 99.22 રહી છે. જે વર્તમાન સિઝનમાં ઓછામાં ઓછા 60 બોલનો સામનો કરનારા 70 બેટ્સમેનોમાં સૌથી ધીમો છે. IPL જેવા ફોર્મેટમાં પંતનો આ સ્ટ્રાઈક રેટ ગંભીર ચિંતાનો વિષય છે. IPLમાં જ્યાં 150+ સ્ટ્રાઈક રેટ હવે સામાન્ય થઈ ગયો છે, ત્યારે રિષભનો 100થી ઓછો સ્ટ્રાઈક રેટ દર્શાવે છે કે તે ટીમ માટે રન રેટ વધારવામાં નિષ્ફળ રહ્યો છે. તેનાથી ટીમની જીતની શક્યતાઓ પર તો અસર પડી જ છે પણ સાથે-સાથે પંતની કેપ્ટનશીપ અને સિલેક્શનને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. 

પંતના ખરાબ ફોર્મના કારણે ટીમને વારંવાર બેકફૂટ પર આવવું પડ્યું

દિલ્હી કેપિટલ્સની બેટિંગ લાઈન-અપમાં રિષભ પંતની ભૂમિકા એક ફિનિશર અથવા મિડલ-ઓર્ડર કંટ્રોલરની રહી છે. પરંતુ તેના ખરાબ ફોર્મને કારણે ટીમને વારંવાર બેકફૂટ પર આવવું પડ્યું છે. તેની ખરાબ સ્ટ્રાઈક રેટ મેચના મહત્ત્વપૂર્ણ મોડ પર રન રેટ ધીમો પાડે છે, જેના કારણે વિરોધી ટીમોને વાપસીની તક મળી જાય છે. 

આ પણ વાંચો: PBKS vs LSG : આયુષ બદોનીની મહેનત એળે ગઇ, પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી મ્હાત આપી

પંતનું વ્યક્તિગત ફોર્મ હારનું મુખ્ય કારણ

IPL 2025ના વર્તમાન તબક્કામાં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં 11માંથી 6 મેચ હારી ગઈ છે, અને પંતનું વ્યક્તિગત ફોર્મ તે હારનું મુખ્ય કારણ રહ્યું છે. ઘણી મેચોમાં તે સેટ થયા પછી મોટા સ્કોર સુધી પહોંચી ન શક્યો અથવા ઝડપી રમવામાં નિષ્ફળ રહ્યો. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, રિષભ પંતનું આ ફોર્મ સિલેક્ટર્સ માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. હવે વિકેટકીપિંગની ભૂમિકામાં સંજુ સેમસન, ઈશાન કિશન અને જીતેશ શર્મા જેવા ઘણા વિકલ્પો છે.

કેવી રહી મેચ

આ મેચમાં ટોસ જીતીને લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઈનિંગની મદદથી લખનઉને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનઉની ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 199 રન જ બનાવી શકી.

Tags :