એકે ફટકાર્યા 211 રન ને બીજાએ ખેરવી 10 વિકેટ: ઐતિહાસિક ટેસ્ટ જીત્યા બાદ ગિલે કર્યા આ 2 ખેલાડીના વખાણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubman Gill Statement After India Beat Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલે ખાતે રમાયેલી બે ટેસ્ટ મેચોની સીરિઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ 165 રનના વિશાળ માર્જિનથી જીતી લીધો છે. મેચના પાંચમા દિવસે ભારતીય બોલરો, ખાસ કરીને યુવા સ્પિનર માનવ સુથાર (બીજી ઈનિંગ્સમાં 6/55, મેચમાં કુલ 10 વિકેટ)ના શાનદાર પ્રદર્શન સામે શ્રીલંકન ટીમ બીજી ઈનિંગ્સમાં 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેટિંગમાં ભારત તરફથી દેવદત્ત પડિક્કલે પ્રથમ ઈનિંગ્સમાં 167 રનની યાદગાર ઈનિંગ્સ રમીને જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. ભારતની આ જીત એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આ ભારતની ઐતિહાસિક 600મી ટેસ્ટ મેચ હતી.
ભારતની ઐતિહાસિક 600મી ટેસ્ટ મેચમાં જીત
મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, ટીમની 600મી ટેસ્ટ મેચમાં આ જીત અત્યંત ખાસ અને સંતોષજનક છે. બીજી ઈનિંગ્સમાં ભારતીય બેટિંગના ધબડકા અંગે ઉઠી રહેલા સવાલોનો જવાબ આપતા ગિલે સ્પષ્ટતા કરી હતી કે, ટીમ સ્કોરબોર્ડ પર આશરે 400 રનની મોટી લીડ મેળવવા માંગતી હતી. હવામાન અને વરસાદની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ચોથી ઈનિંગ્સમાં બોલિંગ માટે પૂરતો સમય અને ઓવરો ઈચ્છતી હતી, જેના માટે બેટ્સમેનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. આ જ પ્રયાસમાં શરૂઆતમાં કેટલીક વિકેટો પડી હતી, પરંતુ ટીમ હંમેશા મજબૂત અને સુરક્ષિત સ્થિતિમાં જ રહી.
માનવ સુથાર અને દેવદત્ત પડિક્કલના વખાણ
કેપ્ટન ગિલે મેચના અસલી હીરો રહેલા યુવા સ્પિનર માનવ સુથાર અને બેટ્સમેન દેવદત્ત પડિક્કલના પ્રદર્શનના ખૂબ વખાણ કર્યા. તેણે સુથાર વિશે વાત કરતા કહ્યું કે, માનવ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચથી જ સતત ઉત્કૃષ્ટ બોલિંગ કરી રહ્યો છે. તેમનામાં એક શાનદાર ભવિષ્ય દેખાય છે અને તેઓ લાંબા સમય સુધી ભારત માટે રમી શકે છે. બીજી તરફ પડિક્કલની પ્રથમ ઈનિંગ્સના 167 રન અને બીજી ઈનિંગ્સના 44 રનને યાદ કરતા ગિલે કહ્યું કે, સદી ફટકાર્યા બાદ તેને વિશાળ સ્કોરમાં ફેરવવાથી જ મેચનું પાસું પલટાય છે, જે દેવદત્ત પડિક્કલે કરી બતાવ્યું.
WTC ફાઈનલ જ ભારતનો અસલી લક્ષ્ય
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના મહત્વ પર ભાર મુકતા શુભમન ગિલે કહ્યું કે, ટેસ્ટ મેચ જીતવી ક્યારેય આસાન નથી હોતી અને ગાલે જેવા મેદાન પર જીત મેળવવી એ ખૂબ જ સુખદ અનુભૂતિ છે. તેણે સ્પષ્ટ કર્યું કે WTC ટ્રોફી જીતવી એ જ ભારતીય ટીમનું મુખ્ય અને અંતિમ લક્ષ્ય છે, જેના માટે સમગ્ર ટીમ એકજૂટ થઈને મહેનત કરી રહી છે. આ જીત સાથે જ ભારતે WTC પોઈન્ટ્સ ટેબલમાં પોતાના પોઈન્ટ્સ ટકાવારીમાં પણ સુધારો કરી લીધો છે.









