Sports

ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર: આ બોલરે 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ!

By GS Team
8 Mar 20262 mins read
TukuTouch Logo
ક્રિકેટના ઈતિહાસમાં આઠમી માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ન્યુઝીલેન્ડના નેપિયર સ્થિત મેકલીન પાર્ક ખાતે રમાયેલી ફર્સ્ટ-ક્લાસ મેચમાં એક એવી ઘટના બની જે છેલ્લા 254 વર્ષમાં ક્યારેય જોવા મળી નથી. કીવી બોલર બ્રેટ રેન્ડલે સતત 5 બોલમાં 5 વિકેટ ઝડપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર: આ બોલરે 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ!

5 Wickets In 5 Balls: ક્રિકેટના ઈતિહાસમાં આઠમી માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ન્યુઝીલેન્ડના નેપિયર સ્થિત મેકલીન પાર્ક ખાતે રમાયેલી ફર્સ્ટ-ક્લાસ મેચમાં એક એવી ઘટના બની જે છેલ્લા 254 વર્ષમાં ક્યારેય જોવા મળી નથી. કીવી બોલર બ્રેટ રેન્ડલે સતત 5 બોલમાં 5 વિકેટ ઝડપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

1772 પછીની ઐતિહાસિક સિદ્ધિ

ધ એસોસિયેશન ઓફ ક્રિકેટ સ્ટેટિસ્ટિશિયન્સ એન્ડ હિસ્ટોરિયન્સના રેકોર્ડ અનુસાર, વર્ષ 1772માં પ્રથમ દસ્તાવેજીકૃત ફર્સ્ટ-ક્લાસ મેચ રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીના અઢી સદીથી વધુના ઈતિહાસમાં કોઈ પણ બોલર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત 5 બોલમાં 5 વિકેટ લઈ શક્યો નહોતો. જોકે, આયર્લેન્ડના કર્ટિસ કેમ્પરે ટી20માં આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ લાલ બોલની ક્રિકેટ (ફર્સ્ટ-ક્લાસ)માં બ્રેટ રેન્ડલ આવું કરનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી બન્યો છે.

આ પણ વાંચો: 'અભિષેક શર્મા અને વરુણને પડતા મૂકો..', T20 વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ ગાવસ્કરની ટીમ ઈન્ડિયાને સલાહ

કેવી રીતે વિકેટો લીધી?

ન્યુઝીલેન્ડની ઘરેલુ ટુર્નામેન્ટ 'પ્લંકેટ શીલ્ડ'માં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ તરફથી રમતા 30 વર્ષીય સીમ બોલર રેન્ડલે નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ સામે આ તબાહી મચાવી હતી. બીજી ઓવરનો છેલ્લો બોલમાં હેનરી કૂપરને ક્લીન બોલ્ડ કર્યો. ત્રીજી ઓવરનો પ્રથમ બોલમાં અનુભવી બેટર જીત રાવલને પેવેલિયન ભેગો કર્યો. ત્યારબાદના ત્રણેય બોલ પર સતત વિકેટો ઝડપી, જેમાં આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર ક્રિશ્ચિયન ક્લાર્કની વિકેટ સાથે પાંચ વિકેટ લીધી હતી.

કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના 373 રનના જંગી સ્કોર સામે બેટિંગ કરવા ઉતરેલી નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સની ટીમ રેન્ડલની ઘાતક બોલિંગ સામે માત્ર 82 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બ્રેટ રેન્ડલે તેની નવ વર્ષની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા માત્ર 25 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ રેકોર્ડે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. નિષ્ણાતો આ સિદ્ધિને ક્રિકેટના ઈતિહાસની સૌથી મુશ્કેલ અને દુર્લભ સિદ્ધિઓમાંની એક ગણાવી રહ્યા છે.