છેલ્લી ઘડીએ મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરબદલ, પ્લેઓફ પહેલા ત્રણ ખેલાડી બદલ્યા
Mumbai Indians: IPL 2025 સિઝનમાં, ત્રણ ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આમાં આરસીબી, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમનો સમાવેશ થાય છે. એવામાં હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે એક મોટો ફેરબદલ કર્યો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ પહેલા ત્રણ ખેલાડી બદલ્યા છે.
પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરબદલ
પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખતના ચેમ્પિયનોએ વિલ જેક્સ, કોર્બિન બોશ અને રાયન રિકેલ્ટનની જગ્યાએ જોની બેયરસ્ટો, ચરિથ અસલાંકા અને રિચાર્ડ ગ્લીસનને પસંદ કર્યા છે.
ઈંગ્લેન્ડનો ઈન્ટરનેશનલ ખેલાડી જોની બેયરસ્ટો 2019 માં ODI વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડ ટીમનો અભિન્ન ભાગ હતો. બેયરસ્ટોએ ઈંગ્લેન્ડ માટે કુલ 287 મેચ રમી છે. તે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનો પણ ભાગ રહી ચૂક્યો છે.
શ્રીલંકાનો કેપ્ટન છે ચરિથ અસલાંકા
ચરિથ અસલાંકા હાલમાં ODI અને T20 ફોર્મેટમાં શ્રીલંકાનો કેપ્ટન છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 134 વખત દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. જયારે રિચાર્ડ ગ્લીસને ઈંગ્લેન્ડ માટે 6 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે અને ડેથ ઓવરોમાં તેમની સચોટ બોલિંગ માટે જાણીતો છે.
આ પણ વાંચો: હર્ષલ પટેલે 150 વિકેટ ખેરવી બનાવ્યો નવો રેકોર્ડ, બુમરાહ અને મલિંગાને પણ પછાડ્યા
હવે પ્લેઓફમાં ચોથા સ્થાન માટે ફક્ત બે ટીમ વચ્ચે સ્પર્ધા છે. આ બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ છે. હવે 21 મેના રોજ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાનારી મેચ વર્ચ્યુઅલ નોકઆઉટ હશે. જો દિલ્હીની ટીમ આ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. તેમજ મુંબઈ માટે 2 મેચ બાકી છે. 21 મેના રોજ દિલ્હી સામે અને બીજી 26 મેના રોજ પંજાબ સામે. આ બંને મેચમાં મુંબઈની જીત ટીમને પ્લેઓફમાં સ્થાન અપાવશે.