IPL 2026 પહેલા ધોનીની મોટી જાહેરાત: ઈજા બાદ આ ખેલાડીની વાપસી, CSK માટે મિનિ ઓક્શન પણ મહત્ત્વપૂર્ણ
MS Dhoni IPL 2026: દિગ્ગજ વિકેટકિપર બેટર મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે, ઋતુરાજ ગાયકવાડની વાપસી IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગને મજબૂત કરશે. ગાયકવાડને ગઈ સિઝનમાં IPLની શરૂઆતની મેચો પછી કોણી પર ઈજા થવાને કારણે બહાર નીકળી ગયો હતો. ગાયકવાડની જગ્યાએ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ પાંચ વખતની ચેમ્પિયન ટીમની બેટિંગ સંઘર્ષ કરતી રહી. ટીમ 14 મેચમાંથી માત્ર ચાર જીત સાથે 10મા સ્થાન પર રહી હતી.
આ પણ વાંચો: ભારતીય ખેલાડીઓના બૉયકોટથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ, હવે આ લીગમાં ક્યારેય નહીં રમે મેચ
ચેન્નાઈ ટીમ ગાયકવાડને ટીમમાં પરત લાવશે
ધોનીએ ચેન્નાઈમાં એક ખાનગી કાર્યક્રમ દરમિયાન સંકેત આપ્યો કે ચેન્નાઈ ટીમ ગાયકવાડને ટીમમાં પરત લાવશે. તેમણે કહ્યું, 'અમે અમારા બેટિંગ ક્રમને લઈને થોડી ચિંતામાં હતા, પરંતુ મને લાગે છે કે હવે અમારો બેટિંગ ક્રમ બરોબર છે. ઋતુરાજ વાપસી કરશે. તે ઈજાગ્રસ્ત હતો. જો તે વાપસી કરે તો, અમે હવે બરોબર સેટલ થઈ જઈશું.'
આ પણ વાંચો: અમે પણ કચડી નાખ્યા હોત પરંતુ...' WCLમાં પાક.ના શરમજનક પરાજય પર સુરેશ રૈનાનો કટાક્ષ
અમે એ ખામીઓને દૂર કરવાની કોશિશ કરીશું
ગાયકવાડની CSKમાં વાપસીને લઈને ધોની ખુશ છે, પરંતુ તેમણે કહ્યું કે, 'ફ્રેન્ચાઇઝી આ વર્ષના અંતમાં યોજાનારી મીની ઓક્શન દ્વારા ટીમને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરીશું. હું એમ નથી કહેતો કે, અમે (IPL 2025 માં) બેદરકાર હતા. પરંતુ, કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. ડિસેમ્બરમાં એક નાની હરાજી થવા જઈ રહી છે. અમે એ ખામીઓને દૂર કરવાની કોશિશ કરીશું.'