IPL 2025ની છેલ્લી મેચમાં ધોનીનું નિવેદન, કહ્યું- 'કરિયરના અંતિમ તબક્કામાં છું ત્યારે...'
MS Dhoni got Emotional: IPL 2025ની 67મી મેચમાં ગુજરાત વિરુદ્ધ મેચમાં CSKના કેપ્ટન એમ એસ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીત્યા પછી ધોનીએ પોતાની ફિટનેસને લઈને વાત કરી હતી અને કહ્યું કે, 'કરિયરના અંતિમ તબક્કા દરમિયાન શરીરને ફિટ રાખવું મેચ રમવા માટે મજબૂત રહેવુ ઘણુ મુશ્કેલ હોય છે. દર વર્ષે એક નવો પડકાર હોય છે. તેને જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે મને આમાં ઘણી મુશ્કેલી નહોતી પડતી.પરંતુ હવે મારે મારી જાતને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.'
આ પણ વાંચો: IPL 2025 : આ ત્રણ ટીમોની હારથી મુંબઈ માટે નંબર-1 બનવાનો માર્ગ મોકળો, જાણો સમીકરણ
'અમે મેચ જીતીએ કે હારીએ, તો પણ અમે સૌથી નીચે જ રહીશું'
ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પર કહ્યું કે, ' ચેન્નાઈમાં 3.30 થી 4. 00 વાગ્યા પછી વાતાવરણ ખૂબ સારુ રહે છે, અહીંની ગરમી અલગ છે, હવામાન સુકુ છે... અમે ટેબલમાં સૌથી નીચે છીએ, ભલે અમે મેચ જીતીએ કે હારીએ, તો પણ અમે સૌથી નીચે જ રહીશું. આપણે આપણા ક્રિકેટનો આનંદ માણવાની જરૂર છે. ટીમમાં એક ફેરફાર છે. આજે અશ્વિનની જગ્યાએ હુડા રમશે. ગુજરાત એક સારી ટીમ છે, તેઓ શાનદાર ક્રિકેટ રમે છે. તમારે ટાઈટ લાઈન બોલિંગ કરવી પડે, નહીં તો બેટર તમને સજા આપશે.'
ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ ખૂબ જ રોમાંચક રહેશે
બીજી તરફ, ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે કહ્યું, 'હું ટેસ્ટ કેપ્ટનશીપના પડકારને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ અમારા માટે ખૂબ જ રોમાંચક બનવાની છે. ગઈ મેચમાં અમે લગભગ 16-17મી ઓવર સુધી સંપૂર્ણપણે સ્પર્ધામાં હતા. આજે પણ અમારો પ્લાન પહેલા બોલિંગ કરવાનો હતો. વિકેટ જોવાથી સારુ લાગે છે, બેટિંગ માટે ઉત્તમ રહેશે અને તેમાં બહુ ફેરફાર થશે નહીં. અમારી ટીમમાં એક ફેરફાર છે, કાગીસો રબાડાની જગ્યાએ ગેરાલ્ડ કોટઝી ટીમમાં આવ્યા છે.
આ પણ વાંચો: 'મોટું સન્માન, મોટી જવાબદારી...' ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનું પહેલું રિએક્શન
ચેન્નાઈ સુપર કિંગ્સ :
ડેવોન કોનવે, આયુષ મ્હાત્રે, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડીવાલ્ડ બ્રેવિસ, એમએસ ધોની (કેપ્ટન), દીપક હુડા, નૂર અહેમદ, મતિષા પથિરાના, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ
ગુજરાત ટાઇટન્સ:
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શરફાન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ