ચેમ્પિયન્સ ટ્રોફી બાદ એશિયા કપમાંથી સિરાજનું પત્તું કપાતાં દિગ્ગજ ખેલાડીએ રોષ ઠાલવ્યો
Harbhajan Singh: BCCIએ મંગળવારે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને દલીલો થઈ હતી. શ્રેયસ અય્યરે IPL 2025માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે તેની ટીમને ત્રીજી વાર ફાઇનલ સુધી પહોંચાડી છે. તે છતાં તેણે એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ત્યારે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પણ બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં ન લેવાથી સિલેક્ટર્સ પર નારાજ છે. સિલેક્ટર્સે એશિયા કપ ટુર્નામેન્ટ માટે જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ટીમમાં સ્થાન આપ્યું છે.
આ પણ વાંચો: અય્યર-જયસ્વાલ બહાર, રિન્કુને તક... ટીમ ઈન્ડિયાને આ 4 ફેરફારો ભારે ન પડી જાય!
હરભજન સિંહને તેના યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, 'મને લાગે છે કે એશિયા કપ માટે ભારતીય ટીમના સ્કવોડમાં સિરાજનું નામ પણ સામેલ થવું જરૂરી હતું. હાલમાં જ તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં અદ્ભૂત બોલિંગ કરેલી, પણ તેણે હવે જોઈએ તેવો આરામ મળી ગયો છે. એટલે તેણે ટીમમાં રાખવો જોઇતો હતો. જો તે ટીમમાં હોત તો ટીમ મજબૂત દેખાતી. બોલિંગ સાઈડ પણ મજબૂત હોત.'
આ પણ વાંચો : 'હું ધ્રૂજી ગઈ હતી..', ધનશ્રી વર્માએ પહેલીવાર ચહલ સાથે ડિવોર્સ અંગે મૌન તોડ્યું
અજિત અગરકરના નેતૃત્વમાં સિલેક્ટર્સ સમિતિ મુંબઈએ મોહમ્મદ સિરાજને આરામ આપ્યો છે. તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં એકમાત્ર એવો બોલર હતો જેણે પાંચ ટેસ્ટ મેચમાં ઝડપી બોલિંગ કરી છે. તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ 185.3 ઓવર બોલિંગ કરી છે. જોકે હાલની એશિયા કપ માટેની ભારતની ટીમમાં તેણે સ્થાન ન મળવાથી ક્રિકેટના અનેક ચાહકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે.