ICC રેન્કિંગમાં મોહમ્મદ સિરાજે લગાવી કરિયરની સૌથી લાંબી છલાંગ, પ્રસિધ કૃષ્ણાનો પણ જલવો
Mohammed Siraj ICC latest Test Rankings: ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણાને ICC ની તાજેતરની ટેસ્ટ રેંન્કિંગમાં જોરદાર ફાયદો થયો છે. બંનેએ તાજેતરની ICC રેન્કિંગમાં કરિયરની સૌથી મોટી છલાંગ લગાવી છે.
મેચમાં શાનદાર બોલિંગ માટે સિરાજને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તે 12 સ્થાનેથી છલાંગ લગાવીને 15મા ક્રમે પહોંચી ગયો છે. તેના હવે 674 રેટિંગ પોઈન્ટ છે. ત્યારે, પ્રસિધિ કૃષ્ણાએ આઠ વિકેટ લઈને 25 સ્થાનની મોટી છંલાગ લગાવી છે અને હવે તે 59મા ક્રમે પહોંચી ગયો છે. બંને બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્થાન છે. જસપ્રીત બુમરાહ હજુ પણ નંબર 1 ટેસ્ટ બોલર છે.
ઈંગ્લેન્ડના બોલરોનું ICC રેન્કિંગમાં શું થયું
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન અને જોશ ટોંગે પણ ઓવલ ટેસ્ટમાં આઠ-આઠ વિકેટ લઈને તેમના કરિયરનું શ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. એટકિન્સન પહેલી વાર ટોપ 10 માં પ્રવેશ્યો છે, જ્યારે ટંગ 14માં ક્રમ પરથી 46માં ક્રમે પહોંચી ગયો છે.
યશસ્વી જયસ્વાલને પણ પ્રોત્સાહન
ઓવલ સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ 792 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ બેટરોની યાદીમાં ત્રણ સ્થાન ઉપર આવીને ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે મેચના અન્ય સેન્ચુરિયન જો રૂટ અને હેરી બ્રુક ICC મેન્સ ટેસ્ટ બેટર રેન્કિંગમાં પ્રથમ બે સ્થાન પર મજબૂત રીતે સ્થાન ધરાવે છે. કેન વિલિયમસન ત્રીજા નંબર પર છે અને સ્ટીવ સ્મિથ ચોથા ક્રમે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટોપ 10 માંથી બહાર નીકળી ગયો છે. તે હવે 13માં ક્રમે આવી ગયો છે.
ICC T20I રેન્કિંગમાં પણ કોઈ ફેરફાર
એજ રીતે T20I રેન્કિંગમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડે વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની સદી ફટકાર્યા બાદ બે સ્થાન ઉપર ચઢીને 16મા ક્રમે પહોંચી ગયો છે. પાકિસ્તાનના ઓપનર સેમ અયુબે ફ્લોરિડામાં શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે તે 25 સ્થાન ઉપર આવીને 37મા સ્થાને પહોંચી ગયો છે.