કોણ છે જય મૂંદડા? જે ભારતમાં જન્મ્યો, આયર્લેન્ડથી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jay Mundra debut Ireland: ભારત સામેની પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મૂંદડાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય મૂળના જયની આ ડેબ્યૂ આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં તે શાનદાર બોલિંગ કરીને ચમક્યો હતો. રસપ્રદ વાત એ છે કે આયર્લેન્ડ તરફથી રમનારા જયનો જન્મ રાજસ્થાનમાં થયો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક આયર્લેન્ડની ટીમમાંથી મળી. તેણે પોતાની મેચના પહેલા જ બોલ પર ભારતના સ્ટાર બેટર સંજુ સેમસનની વિકેટ લીધી હતી.
અભ્યાસ માટે આયર્લેન્ડ ગયો અને આ રીતે શરૂ થઈ ક્રિકેટ સફર
રાજસ્થાનના જયપુર નજીક આવેલા ટાંક (Tonk) શહેરમાં જન્મેલા 29 વર્ષના જય મૂંદડાએ વર્ષ 2021માં ક્રિકેટથી થોડો સમય અંતર રાખ્યું હતું. તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે આયર્લેન્ડ ગયા હતા. ત્યાં સ્થાયી થયા બાદ તેમણે ડબલિનની 'લેનસ્ટર ક્રિકેટ ક્લબ' માટે રમવાનું શરૂ કર્યું અને 2023માં આઇરિશ સિનિયર કપ જીતનારી ટીમનો હિસ્સો બન્યા. તેઓ લેનસ્ટર લાઇટનિંગ માટે સતત રમતા રહ્યા હતા, પરંતુ આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં તેમને પહેલીવાર તક સ્ટાર બોલર જોશ લિટિલના ઇજાગ્રસ્ત થવાને કારણે મળી હતી.
પ્રથમ મેચમાં જ તક ઝડપીને રચ્યો ઇતિહાસ
જય મૂંદડાએ ભારત સામેની પ્રથમ T20 મેચમાં મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે આખી મેચમાં માત્ર 26 રન આપીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. જયે પોતાના પહેલા જ બોલ પર સંજુ સેમસનને બોલ્ડ કર્યો અને ત્યારબાદ શિવમ દુબેની વિકેટ પણ લીધી. આયર્લેન્ડની ભારત સામેની આ ઐતિહાસિક જીતમાં જયનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું. પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા જયે કહ્યું કે, 'ભારત જેવી મજબૂત ટીમ સામે ડેબ્યૂ કરવું અને પહેલા જ બોલ પર વિકેટ મેળવવી એ એક સપ્ન સાકાર થવા જેવું છે, જેને હું આખી જિંદગી યાદ રાખીશ.'
ભારતની હારથી દુઃખ, પણ દીકરાના પ્રદર્શનથી માતા ગર્વિત
જય મૂંદડાની માતા વિદ્યા મૂંદડાએ દીકરાની આ અદ્ભુત સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'મને દુઃખ છે કે ભારત મેચ હારી ગયું, પરંતુ મારા દીકરાએ ખૂબ સરસ પ્રદર્શન કરીને પરિવાર અને રાજસ્થાનનું નામ રોશન કર્યું છે, જેનો મને ગર્વ છે. જયના પિતાની ઈચ્છા હતી કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે, તેથી 10મા ધોરણ પછી જયે ભણવા પર વધુ ધ્યાન આપ્યું હતું. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેણે ક્રિકેટ એકેડેમી જોઈન કરી અને પોતાના સપનાને આગળ વધાર્યું.'








